BREAKING NEWS

જામનગર: જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની વાર્ષિક બેઠક યોજાઈ

  • August 27, 2026 06:25 PM 

જામનગર: જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની વાર્ષિક બેઠક યોજાઈ

બેઠકમાં ગ્લુ ટ્રેપના પ્રતિબંધ અંગે જાગૃતિ ફેલાવવા અને પ્રાણી કલ્યાણ પ્રવૃત્તિઓને વેગ આપવા કરાયું આયોજન

જામનગર તા. ૨૭, જામનગર ખાતે જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની વર્ષ ૨૦૨૬-૨૭ની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લામાં પ્રાણીઓ પ્રત્યે થતા અત્યાચાર અટકાવવા અને પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિઓને વધુ સઘન બનાવવા અંગે વિસ્તારપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

બેઠક દરમિયાન અતિ ક્રૂર ગણાતા ગ્લુ ટ્રેપના ઉપયોગ પરના પ્રતિબંધ અંગે સમાજમાં બહોળી જાગૃતિ લાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ, વિતેલા વર્ષ દરમિયાન SPCAની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી તેમજ ક્ષેત્રીય કક્ષાએથી મળેલી વિવિધ ફરિયાદો અને રજૂઆતોના યોગ્ય નિકાલ અંગે સભ્યો સાથે ચર્ચા-વિચારણા હાથ ધરાઈ હતી.

કલેક્ટર દ્વારા આગામી સમયમાં હાથ ધરવાની થતી કામગીરીનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાણીઓ પર થતી ક્રૂરતા નિવારવા માટે સમાજનો દરેક વર્ગ સજાગ અને જાગૃત બને તે દિશામાં નક્કર પગલાં ભરવા તથા પ્રાણી કલ્યાણ માટે સતત કાર્યરત રહેવા અંગે સંકલ્પ વ્યક્ત કરાયો હતો.

આ બેઠકમાં જિલ્લા પંચાયત, પોલીસ, વન વિભાગ, શિક્ષણ, પશુપાલન, પ્રાણી કલ્યાણ બોર્ડ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીના આજીવન તેમજ વાર્ષિક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application