BREAKING NEWS

જામનગર જિલ્લામાં રસ્તે રઝળતાં પશુઓ બન્યાં જીવલેણ, બે અકસ્માતમાં યુવતી સહિત બે વ્યક્તિનાં કરુણ મોત

  • October 21, 2026 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર જિલ્લામાં રસ્તે રઝળતાં પશુઓ બન્યાં જીવલેણ, બે અકસ્માતમાં યુવતી સહિત બે વ્યક્તિનાં કરુણ મોત

ચાવડા-અલીયા માર્ગે રોઝડું આડું ઉતરતાં કાર પલટી, 18 વર્ષીય યુવતીનું મોત

ખટિયા પાટિયા પાસે આખલો આડો ઉતરતાં બાઈકચાલક 65 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ, પત્ની ઘાયલ**

જામનગર જિલ્લામાં રસ્તા પર રઝળતાં પશુઓ વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યાં છે. જિલ્લામાં બે અલગ-અલગ અકસ્માતમાં યુવતી સહિત બે વ્યક્તિનાં કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે એક મહિલાને ઈજા પહોંચી છે.

પ્રથમ બનાવમાં ચાવડા-અલીયા માર્ગ પર અચાનક રોઝડું આડું ઉતરતાં કારચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી જતાં 18 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું.જ્યારે બીજા બનાવમાં ખટિયા પાટિયા પાસે રસ્તા પર અચાનક આખલો આડો ઉતરતાં બાઈકચાલક 65 વર્ષીય વૃદ્ધ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું, જ્યારે તેમની પત્નીને ઈજા પહોંચી હતી.

રસ્તા પર રઝળતાં પશુઓને કારણે સર્જાયેલા આ બે અકસ્માતોએ બે પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રસ્તે રઝળતાં પશુઓની સમસ્યા ફરી એકવાર ગંભીર બની છે અને વાહનચાલકોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે.રસ્તે રઝળતાં પશુઓએ બે પરિવારોના દીવા બુઝાવ્યા!











લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application