દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
અરજદારોના પ્રશ્નો સાંભળી ત્વરિત અને સમયમર્યાદામાં નિકાલ લાવવા કલેક્ટર દ્વારા અધિકારીઓને અપાઈ સૂચના
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.
આ બેઠકમાં કલેક્ટરએ અરજદારોના પ્રશ્નો અને રજૂઆતોને સાંભળી નિયમોનુસાર નિર્ધારિત સમયમર્યાદામાં ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનો આપ્યા હતા.આ બેઠકમાં જમીન માપણી, રોડ રસ્તાના કામ, જાતીના દાખલા કાઢી આપવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.
આ પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર એમ.વી.દેસાઈ, એ.એસ.પી. પ્રખરકુમાર, પ્રાંત અધિકારી સંધ્યાબેન હેરમા, નાયબ કલેકટર રિદ્ધિ રાજ્યગુરુ, એ.જે.રાજપૂત સહિતના સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.