BREAKING NEWS

જામ્યુકોની જુદી-જુદી શાખાઓમાં એકસાથે ૧૦૭ એપ્રેન્ટીસની નિમણૂંક

  • October 02, 2026 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોની જુદી-જુદી  શાખાઓમાં એકસાથે ૧૦૭ એપ્રેન્ટીસની નિમણૂંક


જામનગર મહાનગરપાલીકાની જુદી-જુદી શાખાઓમાં એકસાથે ૧૦૭ એપ્રેન્ટીસની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉમેદવારોનો તાલીમનો સમયગાળો ૧૨ મહીનાનો રહેશે. આથી અન્ય કર્મચારીઓની કામગીરીનું ભારણ ઘટવાની આશા છે. તાલીમાર્થીઓએ વર્ક ડાયરી ફરજીયાત નિભાવી શાખાધિકારી પાસે પ્રમાણીત કરાવાની રહેશે. 

જામનગર મહાનગરપાલીકાની જુદી-જુદી શાખાઓમાં અલગ-અલગ ટ્રેડ માટે ૧૦૭ એપ્રેન્ટીસની સ્ટાફ સીલેકશન કમીટીના ઠરાવ અનુસાર નિમણૂંક કરવામાં આવી છે. જેમાં મનપાની એસ્ટેટ, જનસંપર્ક, સ્ટોર્સ, હાઉસટેકસ, એકાઉન્ટ, જન્મ મરણ, શોપ, સેક્રેટરી કાર્યાલય, ફાયર, ચૂંટણી, સોલીડ વેસ્ટ, ટીપીડીપી, વોટરવર્કસ, લાઇટ,કારપેટ, આરોગ્ય, ભૂગર્ભ ગટર, સ્લમ, કોમ્પ્યુટર, વસતી ગણતરી, હાઉસટેકસ, લેબર, સીવીલ, સિકયોરીટી, ટાઉન પ્લાનીંગ, મેયર કાર્યાલય,સ્પોર્ટસ સંકુલ, એસ્ટા અને પે, લગ્ન નોંધણી, ફુડ, નાયબ કમિશ્રનર કાર્યાલય, યુસીડી, હાઉસ ટેકસ,ઓડીટ, કારપેટ, આઇસીડીએસ, પ્રોજેકટ પ્લાનીંગ,લેબર,  સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે, આ તમામ ઉમેદવારોનો એપ્રેન્ટીસશીપ એટલે કે તાલીમાર્થી તરીકેનો સમયગાળો ૧૨ મહીનાનો રહેશે. આ ઉમેદવારોને એપ્રેન્ટીસ તરીકેના વખતો વખતના સરકારના નિયમો મુજબ ધોરણસરનું માસીક સ્ટાઇપેન્ડ મળશે. સરકારના નિતી નિયમો મુજબ પરચુરણ રજા ૧૨ તથા માંદગી રજા ૧૫ મળશે.

આ ઉમેદવારોએ તાકીદે ફીટનેસ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ ઉમેદવારો તાલીમ દરમ્યાન તાલીમાર્થી રેગ્યુલર અભ્યાસ કરી શકશે નહીં. ઉમેદવારોને આદેશ મળ્યેથી ૭ દીવસમાં સંબધિત શાખામાં હાજર થઇ રીપોર્ટ આપવાનો રહેશે. નિયત સમય મર્યાદામાં હાજર ન થનારનો આદેશ આપોઆપ રદ થશે.


ઉમેદવારોએ સંબધિત દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. એપ્રેન્ટીસોએ વર્ક ડાયરી ફરજીયાત નિભાવી શાખાધિકારી પાસે દરરોજ પ્રમાણીત કરાવવાની રહેશે.આ ઉમેદવારો અન્ય જગ્યાએ એપ્રેન્ટીસશીપ કરતા હશે કે કરેલ હશે તથા અન્ય જગ્યાએ નોકરી કરતા હશે અને અભ્યાસ ચાલુ હશે તો આ નિમણૂંક રદ પાત્ર ગણાશે. ઉમેદવારોને આ કરારને આધીન એપ્રેન્ટીસ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. જો આઇટીઆઇ દ્વારા કોઇપણ કારણોસર એપ્રેન્ટીસ અંગેનો કરાર ન થાય તો આ નિમણૂંક રદ થવાને પાત્ર ગણાશે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application