BREAKING NEWS

જામનગર : જામજોધપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનારની ધરપકડ

  • October 22, 2026 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનારની ધરપકડ

​​​​​​​
જામનગર
જામજોધપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં ચકચાર મચી છે. સુરેન્દ્રનગર પંથકના એક શખ્સે સગીરા સાથે લગ્ન કરવાનું કહીને શારીરિક શોષણ કર્યું હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે જામજોધપુર પોલીસે પોક્સો સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. અને રીમાન્ડ પર લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. 

જામજોધપુર પંથકમાં રહેતી સગીરાનો સુરેન્દ્રનગર પંથકના પૃથ્વીરાજસિંહ ઝાલા સાથે એક પ્રસંગ દરમિયાન પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન સગીરાને ગર્ભ રહી ગયો હતો. સગપણ થયા બાદ લગ્ન કરવાની ના પાડી દેતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સગીરાની ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી તરફ, ગુનો નોંધાયા બાદ જામજોધપુર પોલીસની ટીમે સુરેન્દ્રનગર પંથકમાં જઈ આરોપી પૃથ્વીરાજસિંહ ઝાલાને ઝડપી લીધો હતો. આરોપીને જામજોધપુર લાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની તપાસ પીઆઇ શેખ, રાઇટર હરેશભાઇ સહિતની ટીમ ચલાવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application