જામનગરના દિ.પ્લોટ વિસ્તારમાં એક શખ્સ દારૂના ૧૫ ચપટા સાથે પોલીસની ઝપટમાં આવ્યો હતો, ધ્રોલના આનંદનગર વિસ્તારમાં મકાનમાંથી શરાબની ૩ બોટલ સાથે એક શખ્સ પકડાયો હતો અને કાલાવડના ફગાસ પાટીયા પાસે ખેતમજુરને દારૂના ૧૨ ચપલા સાથે દબોચી લીધો હતો.
જામનગરના દિ.પ્લોટ-૪૭, પોસ્ટ ઓફીસવાળી ગલીમા રહેતા ડ્રાઇવીંગ કરતા હરેશ કિશોર ચૌહાણ નામના શખ્સને અલગ અલગ બ્રાન્ડના ઇંગ્લીશ દારૂના ૧૫ ચપટા સાથે ભોગવટાના મકાનેથી સીટી-એ પોલીસે પકડી લીધો હતો.
અન્ય દરોડામાં ધ્રોલના આનંદનગર સોસાયટીમાં રહેતા દેવેન્દ્રસિંહ ઉર્ફે નિલેશ વિજયસિંહ જાડેજાના મકાને સ્થાનીક પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારૂની ૩ બોટલ સાથે દબોચી લીધો હતો.
આ ઉપરાંત મુળ છોટા ઉદેપુરના રાયચા ગામના વતની અને હાલ કાલાવડના ફગાસ ગામ વાડીએ રહેતા દિનેશ હરજી રાઠવા નામના ઇસમને ફગાસ પાટીયા રોડ પરથી ઇંગ્લીશ દારૂના ૧૨ ચપટા લઇને નીકળતા પકડી લીધો હતો.