જામનગરના દિ.પ્લોટ, પુનિતનગર અને ગાગવાધાર વિસ્તારમાં ઇંગ્લીશ દારૂ અંગે પોલીસે દરોડા પાડી બે શખ્સોને પકડી લીધા હતા, બે ફરાર થઇ ગયા હતા. આ ઉપરાંત સાધના કોલોનીમાં બે બોટલ સાથે એકની અટકાયત કરવામાં આવી હતી અને લાલપુર ચોકડી રોડ પર કારમાં દારૂની અડધી બોટલ સાથે વેપારી ઝપટમાં આવ્યો હતો.
જામનગરના દિ.પ્લોટ-૪૯ વિસ્તારમાં રહેતા રાજેશ જમન રાઠોડ નામના શખ્સને ઇંગ્લીશ દારૂના બે ચપલા સાથે ઓશવાળ હોસ્પીટલ પાછળના રોડ પરથી પોલીસે પકડી લીધો હતો, જયારે પુનિતનગરમાં રહેતા શની શંકર વર્માના ભોગવટાના મકાનના ફળીયામાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારૂની એક બોટલ કબ્જે લીધી હતી જયારે આરોપી ફરાર થઇ ગયો હતો.
આ ઉપરાંત ખાવડી સીમ ગાગવાધાર ખાતે રહેતા રસિક હીરા રાઠોડ નામના શખ્સના મકાને પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારૂની એક બોટલ સાથે પકડી લીધો હતો, જયારે મહિપાલસિંહ ચાવડા પાસેથી દારૂ મંગાવ્યો હોવાનું ખુલ્યુ હતું આ શખ્સને ફરાર જાહેર કરાયો હતો.
આ ઉપરાંત જામનગરના ખંભાત્રી ફળીના અને હાલ સાધના કોલોનીમાં રહેતા પિયુષ ઉર્ફે પટેલ મુકુંદરાય કાકુ નામના શખ્સને વિદેશી દારુઈની બે બોટલ સાથે સાધના કોલોની ત્રીજા ઢાળીયા મીલ સામેથી પોલીસે પકડી લીધો હતો.
અન્ય દરોડામાં લાલપુર ચોકડી પાસે જે.જે. જસોદા શેરી નં. ૧માં રહેતા ધ્રુવ પ્રવિણ અભંગી નામના શખ્સને ફોરવ્હીલ ગાડી નં. જીજે૦૫આરએફ-૮૦૫૧માં વ્હીસ્કીની ૨૦૦ એમએલ ભરેલ બોટલ સાથે લાલપુર ચોકડી રોડ પરથી નીકળતા પકડી લીધો હતો, દારૂ અને કાર મળી ૧.૦૦.૫૦૦નો મુદામાલ પંચ-બી પોલીસે કબ્જે કર્યો હતો.