જામનગરના ખોડીયાર કોલોની ૯૨ કવાર્ટર પાછળ બાવળની ઝાડીઓમાં ઇંગ્લીશ દારૂ સાથે એક શખ્સને પકડી લીધો હતો, જેમાં એકનું નામ ખુલ્યુ હતું ઉપરાંત પવનચકકી અને હર્ષદ મીલની ચાલી રોડ પર ઇંગ્લીશ દારૂ સાથે બે શખ્સ ઝપટમાં આવ્યા હતા.
જામનગરના અંધાશ્રમ ફાટક પાસે આવેલ આવાસ કોલોની, બ્લોક નં. ૫૧માં રહેતા બિપીન ઉર્ફે લાકડી કારા મુછડીયા નામના શખ્સને ખોડીયાર કોલોની ૯૨ કવાર્ટર પાછળ ખુલ્લી જગ્યામાં ઇંગ્લીશ દારૂની ૯૮ બોટલ કિ. ૪૯ હજારના મુદામાલ સાથે સીટી-સી પોલીસે પકડી લીધો હતો. આ દારૂ દરબાર ગઢ પાસે રહેતા વિમલ ઉર્ફે ડોડારો તુલશી પમનાણીએ પુરો પાડયો હતો જેને ફરાર જાહેર કરાયો છે, બંનેની સામે પ્રોહીબીશન મુજબ ફરીયાદ કરવામાં આવી છે.
આ ઉપરાંત જામનગરના શંકરટેકરી વિસ્તાર સિઘ્ધાર્થ કોલોનીમાં રહેતા રોહીત ડાયા રાઠોડ નામના શખ્સને ઇંગ્લીશ દાની એક બોટલ સાથે પવનચકકી રોડ પરથી પોલીસે પકડી લીધો હતો.
જયારે શહેરના દવાબજાર કોલોનીમાં રહેતા નરેશ વજુ વરાળીયા નામના શખ્સને ઇંગ્લીશ દારૂના એક ચપટા સાથે હર્ષદ મીલની ચાલી રોડ પરથી નીકળતા પોલીસે દબોચી લીધો હતો અને દારૂ અંગે પુછપરછ કરી હતી.