BREAKING NEWS

જામનગર : ફલ્લા ગામમાં ૧૦ જુગારીઓ પકડાતા ચકચાર

  • February 23, 2026 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર નજીક ફલ્લા ગામ રામમંદિર પાસે જાહેરમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે નોટના નંબર પર જુગાર રમતા ૧૦ શખ્સોને સ્થાનીક પોલીસે પકડી લેતા ચકચાર વ્યાપી છે, કુલ ૧.૫૭ લાખનો મુદામાલ કબ્જે લેવામાં આવ્યો છે.


પંચકોશી-એ પીઆઇ શેખની સુચનાથી સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ફલ્લા ગામમાં જાહેરમાં લાઇટના અંજવાળે કેટલાક શખ્સો જુગાર રમે છે એવી હકીકત આધારે દરોડો પાડયો હતો.


દરોડા દરમ્યાન ચલણી નોટના આંકડાનો જુગાર રમતા ફલ્લા ગામના વેપારી ચંદ્રેશ ભાઇલાલ ધમસાણીયા, યોગેન્દ્રસિંહ કિરીટસિંહ સોઢા, મોમ ઉર્ફે મોકલો દેવા બાંભવા, રોહીત માંડા બાંભવા, જયસુખ ગીરધર વરીયા, નાગજી ગીરધર વરીયા, રાજ જયસુખ વરીયા, ફલ્લામાં રહેતા ખેતી કરતા ટીડા ભુરા બાંભવા, સંદીપ નારણ રાઠોડ, બેરાજા ગામના હિતેન્દ્રસિંહ ભીખુભા પરમાર નામના શખ્સોને પકડી લીધા હતા.

​​​​​​​દરોડા દરમ્યાન ૧૧૧૪૦ની રોકડ ૮ મોબાઇલ તથા ૩ મોટરસાયકલ મળી કુલ ૧.૫૭.૧૪૦નો મુદામાલ કબ્જે કર્યો હતો અને તમામની સામે જુગારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, આ દરોડાના પગલે નાના એવા ફલ્લા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application