BREAKING NEWS

જામનગર જીલ્લામાં ૧૨ પત્તાપ્રેમી પોલીસના પાંજરે પુરાયા

  • September 03, 2026 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જીલ્લામાં ૧૨ પત્તાપ્રેમી પોલીસના પાંજરે પુરાયા

ભોજાબેડી, ભાદરા સીમ અને ગોરધનપરમાં પોલીસના દરોડા

જામનગર પંથકમાં ગંજીપતા વડે જુગાર રમતા કુલ ૧૨ શખ્સોને રોકડ અને સાહિત્ય સાથે પકડી લેવામાં આવ્યા હતા, ભોજાબેડી, ભાદરા સીમ અને ગોરધનપર વિસ્તારમાં પોલીસે દરોડા પાડયા હતા.

જામજોધપુરના ભોજાબેડી ગામમાં વોકળા પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા શખપુરના અબ્દુલ બાવા ઘોઘા, ભોજાબેડીના અસરફ ઇશાક હાલેપોત્રા, સલીમ સુમાર સમા, શેઠવડાળાના લખીયાર ઉર્ફે લાખો જીવા ઘોઘા અને વિરપુર ગામના ઇકબાલ મુંગરભાઇ ધુરાણી નામના શખ્સોને રોકડા ૧૧૮૨૦ અને ગંજીપતા સાથે શેઠવડાળા પોલીસે પકડી લીધા હતા.

બીજા દરોડામાં જોડિયાના ભાદરા ગામની ધાણીથર સીમ ફોરેસ્ટ ઓફીસની બાજુના ખરાબામાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ભાદરા ગામના મશ‚ વજા વકાતર, નારણ નાજા વકાતર, વિહા વજા વકાતર અને કરશન વિરજી ભંડેરી નામના શખ્સોને રોકડા ૧૭૮૫૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
​​​​​​​
ત્રીજા દરોડામાં જામનગર નજીક ગોરધનપર ગામ સ્મશાન તરફના રસ્તે બાવળની ઝાડીમાં ગંજીપતા વડે જુગાર રમતા ગોરધનપરના સંજય નરેન્દ્ર સવાસડીયા, મારૂતીનગરના કિશોર સવજી ઝીંજુવાડીયા, ગોકુલનગર સાયોના શેરીના દેવરાજ ભુરા ઝીંજુવાડીયાને રોકડા ૭૨૩૦ના મુદામાલ સાથે દબોચી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application