જામનગરના લાલવાડી આવાસ વિસ્તાર ખાતે એક શખ્સને દારૂના ૨૫ ચપટા સાથે દબોચી લીધો હતો, કેળાની વખાર પાસે દારૂની બોટલ સાથે એક ઝપટમાં આવ્યો હતો અને દિ.પ્લોટ ૪૯ રોડ પર બાઇકમાં શરાબની ૬ બોટલ લઇને નીકળેલા ટીટોડી વાડીના શખ્સને પકડી લેવાયો હતો જેની પુછપરમાં સપ્લાયરનું નામ ખુલ્યુ હતું.
જામનગરના લાલવાડી આવાસ નાગમતીની સામેની ગલી મકાન નં. ૧ ખાતે રહેતા ફેરીનો ધંધો કરતા દિલીપ ઉર્ફે ગૌતમ ઉર્ફે બાલી સત્યપાલ અછડા (ઉ.વ.૩૨) નામના શખ્સે પોતાના ભોગવટાના મકાનમાં વિદેશી દારૂ રાખ્યો છે એવી બાતમીના આધારે સીટી-એ પોલીસે દરોડો પાડી મકાનમાંથી દારૂના ૨૫ ચપટા સાથે દિલીપને દબોચી લીધો હતો.
અન્ય દરોડામાં દિ.પ્લોટ ૫૮-૫૯ના છેડે રહેતા વેપાર કરતા જગદીશ ઉર્ફે બાટવા વિશનદાસ ગજરા (ઉ.વ.૩૬) નામના શખ્સને ઇંગ્લીશ દાની એક બોટલ લઇને કેળાની વખાર પાસેથી નીકળતા પોલીસે પકડી લીધો હતો.
આ ઉપરાંત જામનગરના ખોજા નાકા બહાર ટીટોડી વાડી પ્લોટ નં. ૧૬૭ ખાતે રહેતા રીયાઝ હારૂન દરજાદા (ઉ.વ.૩૬) નામના શખ્સને વિદેશી દારૂની ૬ બોટલ, મોબાઇલ અને એક મોટરસાયકલ મળી કુલ ૪૩૪૦૦ના મુદામાલ સાથે દિ.પ્લોટ ૪૯ રોડ, જીઇબી ઓફીસ પાછળની ગલીમાંથી દબોચી લીધો હતો. તેની પુછપરછમાં દારૂ સપ્લાય કરનાર દિ.પ્લોટ ૫૮માં રહેતા વિપુલ ઉર્ફે બાવ ભગવાનજી ટાંકનું નામ ખુલ્યુ હતુ જેને ફરાર જાહેર કરાયો છે.