ખંભાળિયા: માતાના દાગીના માટે સમજુતી અર્થે ગયેલા યુવાન પર હુમલો
ખંભાળિયા: માતાના દાગીના માટે સમજુતી અર્થે ગયેલા યુવાન પર હુમલો
August 27, 2026 12:41 PM
ખંભાળિયા: માતાના દાગીના માટે સમજુતી અર્થે ગયેલા યુવાન પર હુમલો
બોલાચાલી કરીને ધોકો માર્યાની ચાર શખ્સ સામે ફરિયાદ
ભાણવડ તાલુકાના ચોખંડા ગામના મૂળ રહીશ અને લાલ લાલપુર જામનગર જિલ્લાના લાલપુર ગામે રહેતા હાસમભાઈ ઓસમાણભાઈ હાલા નામના ૪૭ વર્ષના મુસ્લિમ યુવાન તેમના માતાના માટે સમજૂતી અર્થે ગયા હતા, ત્યારે ચોખંડા ગામના બાઉદીન અબુભાઈ હાલા, સમીર ઓસમાણ હાલા, રસીદાબેન કાસમભાઈ તથા જુબેદાબેન હમીદભાઈ મુમીયા નામની ચાર વ્યક્તિઓએ તેમની સાથે બોલાચાલી કરી, બિભત્સ ગાળો ભાંડી, લાકડાના ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.