કાલાવડના રણુંજા ચોકડી પાસે યુવાનની હત્યાની કોશિષ
કાલાવડના રણુજા ચોકડી પાસે મગફળી ખરીદ કેન્દ્ર ખાતે આઇસર લઇને ઉભેલા છતર ગામના યુવાન પર પાઇપ-ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોચાડયાની કાવતરાખોર અને હુમલો કરનાર સહિત પાંચ સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે, અગાઉ કરેલી ફરીયાદનો ખાર રાખીને આ બનાવ બન્યાનુ પોલીસમાં જાહેર કરાયુ છે.
કાલાવડના છતર ગામમાં રહેતા હાર્દિક ઉર્ફે ડીમ્પલ પરસોતમભાઇ તાળા (ઉ.વ.૩૫) નામના યુવાને આરોપી સાજીદ વિરુઘ્ધ અગાઉ પોલીસ ફરીયાદ કરી હતી જે વાતનો ખાર રાખી તા. ૨૯ના રાત્રીના ૮ વાગ્યે ફરીયાદી હાર્દિક આઇસર લઇને જતા હોય ત્યારે આરોપીએ સામા મળી અગાઉથી કાવતરુ રચી ફરીયાદી મકગફળી ખરીદ કેન્દ્ર કાલાવડ ખાતે આઇસરમાં બેઠા હોય ત્યારે ચાર અજાણ્યા શખ્સોને પાઇપ, ધોકા લઇને ફરીયાદીને મારી નાખવા મોકલેલા હતા.
ચારેય અજાણ્યા શખ્સોએ ફરીયાદીને આઇસરમાથી ખેંચી નીચે ઉતારી ગાડીની પાછળ લઇ જઇ પતાવી દેવો છે તેમ કહી પાઇપ અને ધોકા વડે તેના પર હુમલો કરીને માથા, નાક પાસે ગંભીર ઇજા પહોચાડી હતી તેમજ અપશબ્દો કહયા હતા ઉપરાંત છેલ્લી વાર જવા દઇ છીએ હવે પછી સાજીદભાઇ સાથે માથાકુટ કરી તો મારી નાખશુ તેવી ધમકી આપી પાંચેય શખ્સોએ કાવતરારૂપી એકબીજાને મદદગારી કરી હતી.
હાર્દિકભાઇને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, દરમ્યાન તેમણે આ બનાવ અંગે ગઇકાલે કાલાવડ ટાઉન પોલીસમાં કાલાવડના નાના પાંચદેવડા ગામમાં રહેતા સાજીદ મલેક તથા ચાર અજાણ્યા ઇસમોની વિરુઘ્ધ બીએનએસ ૬૧, ૧૦૯, ૧૧૮(૨), ૧૧૫(૧), ૩૫૨, ૩૫૧(૩) તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ આંબલીયા તપાસ ચલાવી રહયા છે.