BREAKING NEWS

જામનગર : સાંસદ યુનાઈટેડ નેશન જનરલ એસેમ્બલીમાં ભાગ લેવા અમેરીકા પ્રવાસે

  • October 06, 2025 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર-દેવભૂમિ દ્વારકા જીલ્લાના લોકપ્રિય અને કાર્યશીલ સંસદસભ્ય પૂનમબેન માડમની અમેરીકા ખાતે યોજાનારી યુનાઈટેડ નેશન જનરલ એસેમ્બલીમાં ભારતીય પ્રતિનિધી મંડળના સભ્ય તરીકે પસંદગી થતા સાંસદ પૂનમબેન માડમ આગામી તા. ૮ મી ઓક્ટોમ્બર-૨૦૨૫ થી તા.૧૪ મી ઓકટોમ્બર-૨૦૨૫ દરમ્યાન અમેરીકા ખાતે એસેમ્બલીમાં હાજર રહેનાર હોવાથી તા.૦૮/૧૦/૨૦૨૫ થી તા.૧૪/૧૦/૨૦૨૫ સુધી કામકાજના દિવસોમાં જામનગરમાં મળી શકશે નહી. તેઓના આ પ્રવાસ દરમ્યાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંબાળીયા તથા ભાન્નવડ ખાતે સંસદસભ્યના કાર્યાલય સવારે : ૯.૩૦ થી રાત્રે: ૮.૩૦ સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે.

​​​​​​​જામનગર કાર્યાલય : નિયો સ્કવેર, ગ્રાઉન્ડ ફ્લોર, અંબર સીનેમા પાસે, જામનગર (ફોન. ૦૨૮૮-૨૬૭૬૬૮૮, ૨૬૭૦૧૦૦, ખંભાળિયા કાર્યાલય : પોસ્ટ ઓફિસ રોડ (ફોન. ૦૨૮૩૩-૨૩૩૩૮૮) અને ભાણવડ કાર્યાલય : વેરાડ નાકા બહાર (ફોન. ૦૨૮૯૬-૨૩૨૧૮૮) નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application