BREAKING NEWS

જામનગર: પોક્સો અને બળાત્કારના ગુનામાં દોઢ મહિનાથી જેલમાં બંધ આરોપીના જામીન મંજૂર

  • June 22, 2026 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: પોક્સો અને બળાત્કારના ગુનામાં દોઢ મહિનાથી જેલમાં બંધ આરોપીના જામીન મંજૂર 

જામનગરના પંચ એ ડીવી. પો. સ્ટે.માં ફરીયાદીની સગીર પુત્રીને પડોશમાં રહેતાં એક યુવક દ્વારા પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સગીરાને રાજકોટ ખાતે પોતે રાખેલા ભાડાના મકાનમાં અવાર નવાર બોલાવી મરજી વિરૂધ્ધ બળજબરીથી બળાત્કાર કરી શરીર સંબંધ બાંધેલા હોય અને તે વખતે આરોપીએ પોતાના મોબાઈલમાં ભોગ બનનારના ફોટો પાડેલા હોય ભોગ બનનારને ધમકી આપેલી કે આ વાત કોઈને કરી તો તને તથા તારા મા-બાપને મારી નાખીશ અને તારા ફોટા વાઈરલ કરી નાખીશ તે મતલબની ફરીયાદ દાખલ થતાં આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરીને તેની પાસેથી મોબાઈલ સહીતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને જેલમાં ધકેલી દીધેલ.

આ આરોપીએ પોક્સો જેવા ગંભીર બનાવમાં જામીન પર મુક્ત થવા પોતાના વકીલ મારફતે જામનગરની સ્પે. પોક્સો કોર્ટમાં જામીન અરજી કરેલ જ્યાં આરોપીના વકીલ દ્વારા ભોગ બનનારના પિતા દ્વારા સૌ પ્રથમ અજાણ્યા ઇસમ સામે ફરીયાદ દાખલ કરાવ્યા બાદ એક અઠવાડિયામાં બીજી વખત આરોપીના નામ જોગની ફરીયાદ આપેલી અને ભોગ બનનારના બે અલગ અલગ નીવેદનોમાં મોટો વિરોધાભાસ આવેલ છે તેમજ ભોગ બનનારની ઉંમર અને કંડક બંને બાબતે વિસ્તૃત રજુઆતો કરેલી હતી.
​​​​​​​
આરોપી જામીન પર મુક્ત ન થાય તે માટે સરકારી વકીલ ઉપરાંત ફરિયાદીએ રાખેલા ખાનગી વકીલની વિસ્તૃત દલીલો કરવામાં આવેલ હતી ઉભય પક્ષની વિસ્તૃત દલીલોને સાંભળી જામનગરની સ્પે. પોકસો કોર્ટ દ્વારા આરોપીના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને ૨૫,૦૦૦/- ના જમીન પર મુક્ત થવાનો હુકમ કરેલ છે.આ કેસમાં આરોપી તરફે વકીલ અમિત ડી. ભાંભી તથા તેમની ટીમના ધર્મેશ ડી. ગોહિલ, એચ. બી. શ્રીમાળી તથા રસીક વી. સોનગરા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application