દ્વારકાધીશ મંદિર આસપાસ તમાકુ ઉત્પાદનોના વેચાણ અને સેવન પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ
દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિર આવતા યાત્રાળુઓના આરોગ્ય પર તમાકુયુક્ત નશીલા પદાર્થોના વેચાણના કારણે અપ્રત્યક્ષ અસર થતી જોવા મળે છે. આ નશીલા પદાર્થોનું સેવન કરતા લોકો દ્વારા પાન-મસાલા, તમાકુ, ગૂટખાનું સેવન કરી મંદિર પરિસર તથા તેના આજુબાજુના વિસ્તારોમાં થુંકીને ગંદકી ફેલાવાનું ધ્યાને આવતાં તેને કારણે પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકા દ્વારા દરખાસ્ત કરેલ હતી.
જે અન્વયે જિલ્લાના પોલીસ અધિક્ષકના હકારાત્મક અભિપ્રાયને ધ્યાનમાં લઈને દેવભૂમિ દ્વારકા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા હેઠળ મળેલ સત્તાની જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ જાહેરનામા મુજબ દ્વારકાધીશ મંદિર, દ્વારકાની ૧૦૦ (સો) મીટરની ત્રિજ્યા સુધીના વિસ્તારમાં પાન-મસાલા, તંબાકુ, ગૂટખા, સિગારેટ વગેરેના વેંચાણ, ખરીદી અને સેવન પર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ જાહેરનામું તા. ૨૩/૦૭/૨૦૨૬ સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.