BREAKING NEWS

ખેડૂતોના હિત માટે જામનગર જિલ્લા સહકારી બેંકના સતત પ્રયાસો-ચેરમેન જિતુભાઈ લાલ

  • October 07, 2026 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેડૂતોના હિત માટે જામનગર જિલ્લા સહકારી બેંકના સતત પ્રયાસો-ચેરમેન જિતુભાઈ લાલ 

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના બાકી હપ્તાઓ માટે સરકારના વિવિધ સ્તરે રજૂઆતો-ખેડૂતોને મળવાપાત્ર સહાય માટે બેંક સક્રિય

જામનગર જિલ્લાના ખેડૂતોના હિત અને કલ્યાણને હંમેશા પ્રથમ પ્રાથમિકતા આપતી જામનગર જિલ્લા સહકારી બેંક દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તાજેતરના હપ્તાની ચુકવણીમાં થયેલા ઘટાડા અંગે ખેડૂતોના હિતમાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

બેંકના ચેરમેન જિતુભાઈ લાલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ બેંકનું સંચાલક મંડળ, અધિકારીઓ અને સમગ્ર કર્મચારી પરિવાર ખેડૂતોને મળવાપાત્ર સરકારી સહાય સમયસર પ્રાપ્ત થાય તે માટે સંબંધિત સરકારી તંત્ર સાથે સતત સંકલન અને રજૂઆતો કરી રહ્યા છે.
​​​​​​​
અગાઉ ૨૫ હજારથી વધુ ખેડૂતોને મળતો હતો હપ્તો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અગાઉના હપ્તાઓ દરમિયાન જામનગર જિલ્લા સહકારી બેંક સાથે જોડાયેલા ૨૫ હજારથી વધુ લાભાર્થી ખેડૂતોના ખાતાઓમાં રૂ. ૨,૦૦૦ની સહાયની રકમ જમા થતી હતી. પરંતુ તાજેતરના હપ્તામાં બેંક મારફતે સહાય મેળવનારા ખેડૂતોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટીને આશરે ૩૦૦૦ થી ૩૫૦૦ જેટલી જોવા મળી છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને બેંક દ્વારા ખેડૂતોના હિતમાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બાકી રહેલા ખેડૂતોને સહાય કેમ પ્રાપ્ત થઈ નથી તે અંગે સંબંધિત સરકારી વિભાગો પાસેથી જરૂરી માહિતી અને માર્ગદર્શન મેળવવા સતત રજૂઆતો કરવામાં આવી રહી છે.

ખેડૂતોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ તેમના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેતા બેંકના ચેરમેનશ્રી જિતુભાઈ લાલના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર બાબતને પ્રાથમિકતા આપવામાં આવી છે. ચેરમેનના માર્ગદર્શન હેઠળ બેંક દ્વારા જિલ્લા ખેતીવાડી વિભાગ, જામનગર, રાજ્યના સંબંધિત વિભાગો તથા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સંબંધિત તંત્ર સમક્ષ જરૂરી પત્રવ્યવહાર અને રજૂઆતો કરવામાં આવી છે.

બેંક દ્વારા સ્પષ્ટપણે રજૂઆત કરવામાં આવી છે કે અગાઉના હપ્તામાં સહાય મેળવનારા ખેડૂતોમાંથી વર્તમાન હપ્તામાં કેટલા ખેડતોને સહાય પ્રાપ્ત થઈ નથી તેની યોગ્ય તપાસ કરવામાં આવે અને બાકી રહેલા ખેડૂતો અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવે.

૯૪,૯૪૨ ખેડૂતોના આધાર જોડાણની કામગીરી પૂર્ણ જામનગર જિલ્લા સહકારી બેંક દ્વારા આશરે ૯૪,૯૪૨ ખેડૂતોના આધાર જોડાણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ અને અદ્યતન કરવામાં આવી છે. સંબંધિત ખેડૂતોની ઈ-કેવાયસી પ્રક્રિયા તથા આધાર જોડાણ અંગે પણ બેંકના સ્તરે જરૂરી ચકાસણી કરવામાં આવી છે.

બેંકની પોતાની ચકાસણી મુજબ બેંકના સ્તરે કોઈ લાભાર્થી યાદી બાકી ન હોવા છતાં ઘણા પાત્ર ખેડૂતોને તાજેતરનો હપ્તો પ્રાપ્ત થયો નથી. તેથી આ બાબતને બેંક દ્વારા સંબંધિત સરકારી તંત્ર સમક્ષ આગળ ધપાવી ખેડૂતોના પ્રશ્નના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ખેડૂતનો પ્રશ્ન એટલે બેંકનો પ્રશ્ન જામનગર જિલ્લા સહકારી બેંક સહકારી ક્ષેત્રની મૂળ ભાવના મુજબ હંમેશા ખેડૂતો અને ગ્રામ્ય જનતાના હિતને કેન્દ્રમાં રાખીને કામગીરી કરતી આવી છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા અંગેની વર્તમાન પરિસ્થિતિમાં પણ બેંક દ્વારા માત્ર પોતાની કામગીરી પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ ખેડૂતોને વાસ્તવિક લાભ મળે તે માટે સંબંધિત સરકારી તંત્ર સાથે સતત સંકલન અને રજૂઆત કરવામાં આવી રહી છે.

ચેરમેન જિતુભાઈ લાલનું સ્પષ્ટ માર્ગદર્શન છે કે ખેડૂતોના હિત સાથે જોડાયેલા કોઈપણ પ્રશ્નને સામાન્ય પ્રશ્ન તરીકે ન જોવો, પરંતુ તેના યોગ્ય નિરાકરણ માટે જરૂરી તમામ સ્તરે પ્રયાસો કરવા. તેમના આ માર્ગદર્શન હેઠળ બેંકનું સંચાલક મંડળ અને સમગ્ર બેંક પરિવાર ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત કાર્યરત છે.

સંચાલક મંડળનો પણ સક્રિય સહયોગ બેંકના ચેરમેન જિતુભાઈ લાલના નેતૃત્વ હેઠળ બેંકના વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર તથા, સંચાલક મંડળ તમામ સભ્યો, વહીવટી તંત્ર, અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ખેડૂતોના હિતમાં જરૂરી સહયોગ આપવામાં આવી રહ્ય છે.

સંચાલક મંડળ દ્વારા પણ ખેડતોને મળવાપાત્ર સરકારી યોજનાઓના લાભમાં કોઈ અનાવશ્યક વિલંબ ન થાય અને બેંકની ભૂમિકા હોય ત્યાં જરૂરી સહકાર આપવામાં આવે તે બાબતને મહત્વ આપવામાં આવી રહ્યું છે.

સરકારી તંત્ર સાથે સતત સંકલન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સંબંધિત તંત્ર તરફથી પણ અગાઉના હપ્તામાં બેંકને પ્રાપ્ત થયેલા ૨૫ હજારથી વધુ લાભાર્થીઓમાંથી વર્તમાન હપ્તો કોને મળ્યો નથી તેની ચકાસણી કરવા લાભાર્થીઓની વિગતો ઉપલબ્ધ કરાવવા જણાવવામાં આવ્યું છે. આ અંગે બેંક દ્વારા જરૂરી માહિતી એકત્રિત કરી આગળની કાર્યવાહી માટે સંબંધિત સરકારી વિભાગ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે.

બેંક દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આધાર જોડાણ અને ઈ-કેવાયસી પૂર્ણ હોવા છતાં કોઈ પાત્ર ખેડૂતને હપ્તો પ્રાપ્ત થયો ન હોય તો તેના કારણની યોગ્ય સ્તરે તપાસ થાય અને જરૂરી કાર્યવાહી થાય તે માટે બેંક સંપૂર્ણ સહકાર આપશે.

જામનગર જિલ્લા સહકારી બેંકનો મૂળ ઉદ્દેશ જ ખેડૂતો અને ગ્રામ્ય સમાજના આર્થિક હિતને મજબૂત બનાવવાનો રહ્યો, ચેરમેન જિતુભાઈ લાલના સક્રિય નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ બેંક ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત અગ્રેસર રહી છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સહિત ખેડૂતો સાથે સીધી રીતે સંકળાયેલી સરકારી યોજનાઓનો લાભ ખેડૂતો સુધી સરળતાથી અને સમયસર પહોંચે તે માટે જ્યાં જ્યાં બેંકની ભૂમિકા હોય ત્યાં બેંક પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવતી રહેશે.

ચેરમેન જિતુભાઈ લાલના માર્ગદર્શન, સંચાલક મંડળના સહયોગ તથા સમગ્ર અધિકારી-કર્મચારી પરિવારના સંકલિત પ્રયાસોથી ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી આ કામગીરી આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application