BREAKING NEWS

જામનગર: મીગ કોલોની પાસે જનરક્ષક ગાડીના જવાનને ઝાપટ ઝીંકી ફરજમાં રૂકાવટ

  • September 12, 2026 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: મીગ કોલોની પાસે જનરક્ષક ગાડીના જવાનને ઝાપટ ઝીંકી ફરજમાં રૂકાવટ

પીધેલી હાલતમાં ઝઘડો કર્યો : ટ્રાવેલ્સના કર્મચારીને પણ ધમકી આપી

જામનગરના મીગ કોલોની ચેતક ટ્રાવેલ્સ બસની ઓફીસ પાસે એક શખ્સ પીધેલી હાલતમાં બોલાચાલી કરી રહયો હતો દરમ્યાન ૧૧૨ને જાણ કરવામાં આવતા ગાડી આવી હતી, દરમ્યાનમાં આ શખ્સે ભાગવાનો પ્રયાસ કરી તેને પકડવા જતા જનરક્ષક ગાડીના કર્મચારીને ઝાપટ ઝીંકી ફરજમાં રૂકાવટ કરી હતી તેમજ ટ્રાવેલ્સના કર્મચારીને ધમકી આપી હતી. આ મામલે બે જુદી જુદી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરના રણજીતસાગર રોડ આશીર્વાદદીપ-૪ પટેલ પાર્ક ખાતે રહેતા કૌશલ કિશોરભાઇ સુદાણી (ઉ.વ.૩૩) નામના યુવાન ૧૧૨ જનરક્ષક ગાડીમાં ડ્રાઇવર સાથે પોતાની કાયદેસરની ફરજ પર હતા ત્યારે આરોપી સંજય કેફી પીણું પીધેલી હાલતમાં મીગ કોલોની ચેતક બસ ઓફીસ પાસે સાહેદ ઉપેન્દ્રસિંહ જાડેજા સાથે બોલાચાલી ઝઘડો કરતો હોય જેથી જનરક્ષક ગાડી ત્યાં પહોચી હતી.

આરોપીને પોલીસ સ્ટેશન ખાતે લઇ જવા માટે ગાડીમાં બેસવાનું કહયુ હતું આ વેળાએ આરોપી ભાગવા જતા ફરીયાદી કૌશલભાઇ આરોપીને પકડવા જતા તેની સાથે ઝપાઝપી કરી ગાળો આપી ઝાપટ મારી ધમકી દીધી હતી અને ફરીયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી આ અંગે કૌશલભાઇ દ્વારા સીટી-એ ડીવીઝનમાં ખોડીયાર કોલોની, ન્યુ આરામ કોલોની શેરી નં. ૬માં રહેતા વેપાર કરતા સંજય પરસોતમ આયલાણી નામના સિંધી શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.

દરમ્યાનમાં ચેતક ટ્રાવેલ્સ ખાતે નોકરી કરતા ઉપેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.૨૪) એ સીટી-એમાં ન્યુ આરામ કોલોનીમાં રહેતા સંજય પરસોતમ આયલાણી સામે એવી ફરીયાદ કરી હતી કે ગઇકાલે ફરીયાદી તેમની ઓફીસે હાજર હતા અને ઓફીસ બંધ કરી બાકડા અંદર રાખવા હોય ત્યારે આરોપી સંજય બાકડા ઉપર બેઠો હતો જેમને ઉભા થવાનું કહેતા ઉશ્કેરાઇ ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News