BREAKING NEWS

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભાણવડ તાલુકાના રાણપરડા ખાતે સેવા સેતુ ૨.૧(ગ્રામ્ય) કાર્યક્રમ યોજાયો

  • September 22, 2026 10:04 AM 

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભાણવડ તાલુકાના રાણપરડા ખાતે સેવા સેતુ ૨.૧(ગ્રામ્ય) કાર્યક્રમ યોજાયો

ધારાસભ્ય મુળુભાઇ બેરા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નાગરિકોને પોતાના ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓ લાભ પ્રાપ્ત થાય તે હેતુથી સેવા સેતુ ૨.૧નો પ્રારંભ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયેલ છે. જે અન્વયે આજરોજ ભાણવડ તાલુકાના રાણપરડા ગામે સેવા સેતુ ૨.૧ કાર્યક્રમ ધારાસભ્ય મુળુભાઇ બેરા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. 

મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરિત કરાયા હતા. 

સેવા સેતુ કાર્યક્રમમાં  સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જયેશભાઈ જેઠવા, પ્રાંત અધિકારી સંધ્યાબેન હેરમા, મામલતદાર વી.આર. વરૂ, અગ્રણી ગોવિંદભાઈ કનારા, દેવશીભાઈ કરમૂર, રાજુભાઈ ભરવાડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application