BREAKING NEWS

અબુધાબીથી સોનાની દાણચોરી કરી બેંગ્લુરૂનો શખ્સ રાજકોટ કેમ આવ્યો.? જામનગર ડીઆરઆઇની તપાસ

  • June 30, 2026 06:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અબુધાબીથી સોનાની દાણચોરી કરી બેંગ્લુરૂનો શખ્સ રાજકોટ કેમ આવ્યો.? જામનગર ડીઆરઆઇની તપાસ

રાજકોટ હીરાસર એરપોર્ટ પરથી ૧.૭૬ કરોડના સોનાના બિસ્કીટ સાથે પકડાયેલોે શખ્સ જેલહવાલે 

સંભવત: જેલમાં નિવેદન લેવાશે: તપાસ અને પૂછપરછમાં મસમોટું રેકેટ અને ચોંકાવનારા ખૂલાસાની શકયતા 


જામનગર ડીઆરઆઇએ રાજકોટ હીરાસર એરપોર્ટ પરથી ૧.૭૬ કરોડના દાણચોરીના સોના સાથે એક શખ્સને પકડી પાડયો હતો. આ પ્રકરણમાં અબુધાબીથી સોનાની દાણચોરી કરી બેંગ્લુરૂ​​​​​​​નો શખ્સ રાજકોટ કેમ આવ્યો તે દીશામાં ડીઆરઆઇએ તપાસનો દૌર આગળ ધપાવ્યો છે. હાલમાં તો આ શખ્સને રાજકોટ જેલહવાલે કરાયો છે. આથી સંભવત:જેલમાં તેમનું નિવેદન લેવામાં આવશે. આ પ્રકરણની તપાસ અને શખ્સની પૂછપરછમાં મસમોટું રેકેટ તથા ચોંકાવનારા ખૂલાસા થવાની શકયતા નકારી શકાતી નથી.

જામનગર ડીઆરઆઇની ટીમે ચોકકસ બાતમીના આધારે ગત તા.૨૩ ના રાજકોટના હીરાસર એરપોર્ટ પર દરોડો પાડયો હતો. આ દરોડા દરમ્યાન સાંજે ૩.૪૫ કલાકે બેંગ્લુરૂ​​​​​​​થી આવેલી ઇન્ડીગોની ફલાઇટ નં.૬૪-૬૫૦૭માં આવેલા એક મુસાફર પાસે અનઅધિકૃત સોનાનો જથ્થો હોવાના ઇનપુટ મળ્યા હતાં. આથી  ડીઆરઆઇની ટીમે આ મુસાફર જેવો એરપોર્ટ પર એરાઇવલ લોજમાં આવતા તેની અટકાયત કરી તલાસી લીધી હતી. આ દરમ્યાન મુસાફરના સામાનમાંથી ખાસ ગ્રે કલરના પાઉચમાં સંતાડેલા ૧.૭૬ કરોડના સોનાના બિસ્કીટ મળી આવ્યા હતાં. આ અંગે ડીઆરઆઇની ટીમે પૂછપરછ હાથ ધરતા આ સોનાના જથ્થા અંગે મુસાફર કોઇ યોગ્ય ખુલાસો કરી શક્યો ન હતો. આથી ડીઆરઆઇની ટીમે સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં મુસાફરને વધુ પૂછપરછ માટે જામનગર લાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન બેંગ્લુરૂ​​​​​​​નો આ મુસાફર અબુધાબીથી ૧૧૬૬.૧૪ ગ્રામના સોનાના બિસ્કીટ લઇને રાજકોટ આવ્યાનું ખૂલ્યું હતું.

જો કે, આ શખ્સને રાજકોટ પોપટપરા જેલહવાલે કરાયો છે. બીજી બાજુ બેંગ્લ
રૂ​​​​​​​નો  શખ્સ અબુધાબીથી સોનાની દાણચોરી કરી રાજકોટ કેમ આવ્યો તથા આ પૂર્વે મુસાફર રાજકોટ એરપોર્ટ પર સોનાનો કોઇ જથ્થો લઇને આવ્યો હતો કે કેમ? સોનાની દાણચોરીમાં કોઇ ચોકકસ ગેંગ તથા અન્ય કોઇ શખ્સોની સંડોવણી તો નથી ને તે દીશામાં જામનગર ડીઆરઆઇએ તપાસનો દૌર આગળ વધાર્યો છે. આગામી દીવસોમાં સોનાની દાણચોરી કરનાર આ શખ્સનું સંભવત:રાજકોટની જેલમાં નિવેદન લઇ વધુ તપાસ હાથ ધરાશે.ત્યારે આ શખ્સની પૂછપરછ અને દાણચોરીના આ પ્રકરણની તપાસમાં ચોંકાવનારા ખૂલાસા થવાની શકયતા પણ નકારી શકાતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application