કાલાવડ તાલુકાના જસાપર ગામના પ્રગતિશીલ ખેડૂત રમણીકભાઈ જેન્તીભાઈ ફળદુને કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ જિલ્લા કક્ષાનો ’બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેમને આ સન્માન પ્રાપ્ત થયું હતું. ખેતીમાં આધુનિક પદ્ધતિઓ, અથાક પરિશ્રમ અને પ્રગતિશીલ અભિગમ અપનાવવા બદલ રમણીકભાઈને પ્રશંસાપત્ર તેમજ રૂ. ૨૫,૦૦૦ ની પ્રોત્સાહક પુરસ્કાર રાશિ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સમગ્ર કાલાવડ પંથક અને જસાપર ગામમાં આનંદનો માહોલ છવાયો છે.