BREAKING NEWS

હાલારના ઇવેન્ટ બાદશાહને બેસ્ટ પ્રોડકટ, બેસ્ટ સેલીબ્રેશનનો એવોર્ડ

  • August 26, 2026 12:17 PM 

હાલારના ઇવેન્ટ બાદશાહને બેસ્ટ પ્રોડકટ, બેસ્ટ સેલીબ્રેશનનો એવોર્ડ

જામનગરના હેમેઝ ઇવેન્ટના હેમલ પુરખાને મળ્યા બે એવોર્ડ

જામનગર શહેર જ નહિં પરંતુ સમગ્ર હાલારમાં છેલ્લા ૨૧ વર્ષથી હેમેઝ ઇવેન્ટ પ્રા. લી. ના નામથી કાર્ય કરતા હેમલ પુરખાને નેપાળની રાજધાની કાઠમંડુ ખાતે બેસ્ટ પ્રોડકટ એવોર્ડ અને બેસ્ટ સેલીબ્રેશન એવોર્ડ પ્રાપ્ત થતા જામનગર અને હાલારનું ગૌરવ વધાર્યું છે. 

તા.૩૦-૭-૨૬થી ૧-૮-૨૮ દરમ્યાન ત્રણ દિવસ નેપાળની રાજધાની કાઠમંડુ ખાતે ઇવેન્ટ  મેનેજમેન્ટ ફેડરેશન ગ્લોબલ દ્વારા એવોર્ડ ફંકશન યોજાયુ હતું. જેનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. જેમાં સમગ્ર ભારતના ઇવેન્ટ કીંગ પાર્ટીસીપેટ થાય છે, ૨૦૨૬ એવોર્ડ વિતરણમાં કુલ ૬૦૦ થી વધુ નામાંકિત વેડીંગ પ્લાનર પાર્ટીસીપેટ થયા હતા.

આ એવોર્ડ સમારોહમાં ઇન્ડીયા અને એશિયાના નામાંકિત જયુરી દ્વારા વેડીંગ પ્લાનરોએ કરેલી વર્ષ દરમ્યાન કામગીરીને સુક્ષ્મ રીતે તટસ્થ રીતે નિહાળીને એવોર્ડની પસંદગી કરવામાં આવે છે. જામનગરના ઇવેન્ટ બાદશાહ હેમલ પુરખાને છેલ્લા પાંચ વર્ષથી ઓર્ગેનીક એવોર્ડ મળે છે જે જામનગરનું ગૌરવ છે.

૨૦૨૬ એવોર્ડ વિતરણ કાઠમંડુ ખાતે યોજાયેલ જેમાં હેમેઝ ઇવેન્ટ પ્રા.લી. જામનગર (હેમલ પુરખા) ને ઇન્ડીયા લેવલે બેસ્ટ પ્રોડકટ લોન્ચ એવોર્ડ તેમજ બેસ્ટ સેલીબ્રેશન ઓફ ધ યર બ્રોન્ઝ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. નેપાળના ટુરીઝમ મીનીસ્ટરના હસ્તે બ્રોન્ઝ એવોર્ડ તથા રીતુરાજ ખન્ના કયુ એવોર્ડના ડીરેકટર (ઇવેન્ટ લાઇનના ગોડફાધર)ના હસ્તે બેસ્ટ પ્રોડકટ લોન્ચ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. 

અત્રે ઉલ્લેખનિય છે કે બેસ્ટ સેલીબ્રેશન ઓફ ધ યર બ્રોન્ઝ એવોર્ડ પ્રાપ્ત થયો તે કાર્યક્રમમાં ફાલ્ગુની પાઠકના લાઇવ દાંડીયા ઇવેન્ટ ઓનર હેમલ પુરખા દ્વારા યોજાયા હતા. હેમલ પુરખા છેલ્લા ૧૫ વર્ષથી આજકાલના ઇવેન્ટ સાથે પણ જોડાયેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application