BREAKING NEWS

દ્વારકા: ભાણવડ પ્રોહીના ગુન્હામા નાસતા ફરતા આરોપીઓ ઝબ્બે

  • August 24, 2026 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: ભાણવડ પ્રોહીના ગુન્હામા નાસતા ફરતા આરોપીઓ ઝબ્બે

દ્વારકા એલ.સી.બી.ના ઇન્ચા.પોલીસ ઇન્સ. એન.એચ જોષીની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ બી.એમ.દેવમુરારી તથા એમ.આર.સવસેટા તથા એસ.વી.કાબરીયા નાઓ એલ.સી.બી. સ્ટાફના ટીમના માણસો સાથે ઉપરોકત બાબતે વર્કઆઉટમા હતા.

તે દરમ્યાન એ.એસ. આઇ., શક્તિસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ શક્તિસિંહ ઝાલા તથા વજાણંદભાઇ બેરા તથા પો.કોન્સ મનહરસિંહ જાડેજા નાઓને સંયુકતમાં બાતમી હકીકત મળેલ કે દેવભુમી દ્વારકા જીલ્લાના ભાણવડ પો. સ્ટેશનના ૨૦૨૬ પ્રોહી કલમ ૬૫(ઇ),૯૮(૨)૮૧ ગુન્હામાં બધાભાઇ ઉર્ફે ઘો જેશાભાઇ મોરી ઉ.વ.૩૪ જાતે રબારી ધંધો માલધારી રહે ફુલઝર નેશ તા. રાણાવાવ જી.પોરબંદર ફરારી આરોપીને ભાણવડ પો.સ્ટેના રાણપર ગામેથી હકીકત આધારે પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે પો.હેડ કોન્સ વી.ડી બેરા નાઓએ ભાણવડ પોલીસ સ્ટેશનમાં સોપવા માટે તજવીજ કરેલ છે.
​​​​​​​
આ ઉપરાંત પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી હકાભાઇ રાજાભાઇ હુણ જાતે રબારી ધંધો માલધારી રહે હાલ ભેનકવડ ગામ વર્તુ ડેમ પાસે તા.ભાણવડ મુળ રહે છપીયા નેશ તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકાને પણ પકડી લેવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application