દ્વારકા જિલ્લામાંં સોનુ-ચાંદી સાફ કરવાના બહાને છેતરપીંડી કરતી બિહારી ગેંગ ઝડપાઇ
દાગીના, બાઇક સહિતનો મુદામાલ કબ્જે કરતી દ્વારકા એલસીબી
દેવભુમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામ તથા રાવલ ગામ ખાતે ફિનાઇલ વેચવાના બહાને સોનુ, ચાંદી, ભગવાનની મુર્તીને સાફ કરવાનુ કહિ તેમજ ઘરે કોઇ પુરૂષ હાજર ન હોય જેથી ઘરે હાજર મહિલાને વિશ્વાસમાં લઇને તેઓની સોનાના દાગીના એસીડ વડે સાફ કરી સોનુ કાઢી છેતરપીંડી થયા અંગે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા હતા.
આ ગંભીર પ્રકારના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સબબે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા નાઓ દ્વારા એલસીબીના ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર એન.એચ.જોષી નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે આધારે પીએસઆઇ બી.એમ.દેવમુરારી તથા એમ.આર.સવસેટા નાઓ એલ.સી.બી. ટીમ સાથે ઉક્ત બાબતે કાર્યરત હતા.
સદર ગુના સબંધે એલ.સી.બી. ના કર્મચારીઓનીન અલગ-અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સીસથી ટેકનીકલ લેવલથી વર્ક આઉટ કરી રહેલ હતા દરમ્યાન વર્ક આઉટના ફળસ્વરૂપે મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે નીચે જણાવેલ ચારેય ઇસમોને ખંભાળીયા મીલનચાર રસ્તા નજીક એક રહેણાંક મકાનેથી ઝડપી પાડી ઉક્ત ગુનાઓ કરવામાં ઉપયોગમાં લીધેલ સર સામાન તથા છેતરપીંડી કરીને લઇ લીધેલ સોનુ તથા ચાંદીના ઢાળીયા સાથે પોલીસ સબ ઇન્સ. શ્રી એમ.આર.સવસેટા નાઓએ પકડી પાડી તેઓની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી અર્થે ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
પકડી પાડેલ આરોપીમાં સુબોધસિંગે હિયાલાલ સિંગ, ખારવા, ઉ.વ. ૪૧, ધંધો-ફિનાઇલ વેચવાનો રહે.મુળ શ્રીપુર ગામ, અમઘટ્ટા ટોલા, નોગછીયા થાના જી.ભાગલપુર, બિહાર હાલ રહે. ભગવતીપરા ફાટક, શેરી નંબર-૩, નવઘણ મચ્છા ભરવાડના મકાનમાં ભાડેથી, રાજકોટ, વિકાસકુમાર બિંદેશ્વપ્રસાદ ઠાકુર, ઉ.વ.-૩૮, ધંધો-ફિનાઇલ વેચવાનો રહે.મુળ કરચીરા ગામ, પોસ્ટ સુંગટીયા, ગોપાલપુર થાના જી.ભાગલપુર, બિહાર હાલ રહે. ભગવતીપરા ફાટક, શેરી નંબર-૩, નવઘણ મચ્છા ભરવાડના મકાનમાં ભાડેથી, રાજકોટ, સંતોષકુમારસિંહ સુબોધપ્રતાપસિંહ કુસ્વા, ઉ.વ.૩૪, ધંધો. સોના-ચાંદી સાફ કરવાનુ, રહે.શ્રીપુર ગામ, તા.નૌગાછીયા, પોસ્ટ-મનીયામોર, થાણા-નૌગાછીયા, જિ-ભાગલપુર રાજ્ય-બીહાર અને અનિરૂધ્ધ દિનેશ ભોજલ ઠાકુર, ઉ.વ.૪૬, ધંધો. સોના-ચાંદી સાફ કરવાનું, રહે.સિંહપુર દીયારા, ગામ,પોસ્ટ-ઝલારી, થાણા-રૂપૌલી, જિ-પુર્ણીયા રાજ્ય-બીહારનો સમાવેશ થાય છે.
કબ્જે કરેલ મુદામાલમાં સોનાનો ઢાળ નંગ-૧ જેની કુલ કિ.રૂ.૭૫૦૦, ચાંદીનો ઢાળ નંગ-૧ કિ.રૂ.૩૦૦૦, મોબાઇલ ફોન નંગ.૦૭ જેની કિ.રૂ.૧૭,૦૦૦, મો.સા. નંગ-૪૨ કિ.રૂ.૪૦,૦૦૦, છેતરપીંડી કરવામાં ઉપયોગમાં લેતા સરસામાન જેમાં એસીડ, ફીનાઇલ, બ્રસ, પાવડર, હળદર, ફટકડી, કિનાઇ માટીના વાસણ, સ્ટીલના ડબરા વિગેરે કુલ કિ.રૂ.૮૯,૦૦૦/- નો મુદામાલ જપ્ત કર્યો હતો.
મજકુર ઇસમો ગામડોમાં જઇ વૃધ્ધ મહિલાઓ જે ઘરે હોય તેવા ઘરને ટાગેેટ કરી ઘરમાં જઇ પ્રથમ ફિનાઇલ વેચવાના બહાને ઘરમાં પ્રવેશ કરી ઘરમાં કોઇ પુરૂષ ન હોય તેનો લાભ લઇ હાજર વૃધ્ધ મહિલાઓને ભગવાની મુર્તીઓ સાફ કરી આપશે જેથી પોતાની પાસે રહેલ એસીડ વડે મુર્તીઓને સાફ કરી તેમાં ફટકડી જેવા પદાર્થથી મુર્તીને ચમકાવી આપે અને તે બાદ હાજર મહિલાને વિશ્વાસમાં લઇ પ્રથમ ચાંદી સાફ કરી આપશે અને તે બાદ સોનુ પણ સાફ કરી આપશે તેમ વિશ્વાસમાં લઇ પોતાની પાસે રહેલ સર સામનમાંથી એસીડ વડે એક સ્ટીલના ડબરામા રૂ અને ડીઝલ મીકસ કરેલ હોય તેમાં આગ લગાડી ચીનાઇ માટીના વાટકામાં પાણી નાખી વાટકો અને પાણી ગરમ થયા ગયા બાદ સોનુ-ચાંદી તેમાં નાખીને પછી બ્રસ વડે સોનુ ચાંદી ઉપર એસીડ નાખીને બાદમાં ચાંદી ઉપર પાવડર અને સોના ઉપર હળદર લગાડી ચમકાવી આપી છેતરપીંડી ગુન્હાઓ આચરે છે.
કોઇપણ અજાણ્યા ઇસમો ફિનાઇલ વેચવાના બહાને કે સોના ચાંદી, મુર્તીની સફાઇ કરી આપવાની લાલચ આપે તો તેઓની લાલચમાં આવવુ નહિ તેમજ આવા બહારના અજાણ્યા માણસો ઉપર વિશ્વાસ મુકવો નહિ અને જો આવા ફિનાઇલ વેચવાના બહાને સોનુ-ચાંદી સાફ કરવા વાળા કોઇ પણ અજાણ્યા માણસો ઘરે આવે તો તાત્કાલીક પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.