BREAKING NEWS

ધ્રોલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય

  • July 21, 2026 09:58 AM 

ધ્રોલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય  

રસિકભાઈ ભંડેરી 5મી વખત ચેરમેન, મયુરસિંહ જાડેજા વાઈસ ચેરમેન તરીકે ચૂંટાયા

 
ધ્રોલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ફરી એકવાર પૂર્વ કેબિનેટ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલનું વર્ચસ્વ યથાવત રહ્યું છે. યાર્ડની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જળવાયો છે.

આજે મળેલી સામાન્ય સભામાં ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે હંમેશા સંવેદનશીલ રહેનારા રસિકભાઈ ભંડેરીની સર્વાનુમતે 5મી વખત ચેરમેન તરીકે વરણી કરવામાં આવી. વાઈસ ચેરમેન તરીકે મયુરસિંહ જાડેજાની પસંદગી થઈ છે.

રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, "સહકાર એ જ સમૃદ્ધિનો મંત્ર છે. ધ્રોલ માર્કેટિંગ યાર્ડને ખેડૂતલક્ષી બનાવવા માટે નવી ટીમ વધુ જહેમતથી કામ કરશે. ખેડૂતોને વાજબી ભાવ અને પારદર્શી વ્યવસ્થા મળે એ જ અમારો ધ્યેય છે."

નવનિયુક્ત ચેરમેન રસિકભાઈ ભંડેરીએ જણાવ્યું કે,  "ખેડૂતોના વિશ્વાસ અને સહકારથી જ આ જવાબદારી મળી છે. યાર્ડને આધુનિક સુવિધાઓથી સજ્જ કરીને ખેડૂતોને વધુ સારી સેવા આપવાનો અમારો પ્રયાસ રહેશે." રસિકભાઈની ફરી વરણી થતા ધ્રોલ તાલુકાના ખેડૂતો, વેપારીઓ અને સ્થાનિક આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. હોદ્દેદારો અને સભાસદોએ યાર્ડને પ્રગતિના નવા શિખરે લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application