જામનગર: જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. દ્વારા સોમવારે રકતદાન કેમ્પ
જામનગર: જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. દ્વારા સોમવારે રકતદાન કેમ્પ
May 16, 2026 07:36 AM
જામનગર: જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. દ્વારા સોમવારે રકતદાન કેમ્પ
જામનગર જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. દ્વારા વર્ષ દરમ્યાન સંસ્થાની કામગીરીની સાથોસાથ સમાજ સેવાના કાર્યો પણ હોદેદારો દ્વારા આયોજન થતુ હોય છે જામનગરની જી.જી.હોસ્પિટલમાં થેલેસિમીયાના બાળકોને બ્લડની જરૂરીયાતના અનુલક્ષીને તા.૧૮/૫/૨૦૨૬ સોમવારના રોજ સવારે ૯ થી ૩ દરમ્યાન રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.સર્વે ઉધોગકાર મિત્રો, કામદાર વર્ગો તથ જાહેરજનતાને આ કેમ્પમાં રકતનું દાન કરવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેમ્પને સફળ બનાવવા પ્રમુખ વિષ્ણુભાઇ પટેલ, માનદ મંત્રી જીગ્નેશભાઇ લાવટીની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.