સલાયા ખંભાળિયા રોડ ઉપર એક બંધ ટ્રેલર જેમાં મોટા લાકડાઓ ભરેલ હતા તે પડ્યું હતું.જેની પાછળ બોલેરો કાર ધડાકા ભેર અથડાતા ગંભીર અકસ્માત થયો અકસ્માતમાં બોલરોનો ઉપરનો ભાગમાં સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થયો હતો. આ અકસ્માતમાં બોલેરો ચાલકને ભારે ઈજાઓ થઈ હતી જેને હોસ્પિટલ સારવાર અર્થે મોકલાયો હતો. જ્યાં સારવાર બાદ હાલ એની સ્થિતિ સ્થિર છે એવું જાણવા મળેલ છે. આ અકસ્માત વહેલી સવારે બન્યા હોવાનું જાણવા મળેલ છે. હાલ પોલીસ આગળ તપાસ કરી રહી છે.