રાજકોટ રેન્જ આઈ જી તેમજ જિલ્લા એસપી દ્વારા રાજકોટ જિલ્લાના ગોંડલ ડિવિઝન ડિવાએસપી ના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ પોલીસ મથકની ટીમે છેલ્લા ચાર માસમાં ઝડપી લીધેલ ૬.૫૧ લાખનો વિદેશી દારૂ નો જથ્થો નાશ કરવા માટે કોટડા સાંગાણી કોર્ટમાંથી મંજૂરી મળતા પારડી ઢોલરા ગામ વચ્ચે ખોડીયાર ધાર નજીક નશાબંધી તેમજ કોટડા સાંગાણી મામલતદાર તેમજ શાપર પીઆઇ સહિતના અધિકારીઓ દ્વારા 3382 બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જર તેમજ ગોંડલ ડિવિઝનના ડિવાઇએસપી કે.જી ઝાલાના માર્ગદર્શન હેઠળ વેરાવળ સાપર પોલીસ મથકની ટીમ દ્વારા છેલ્લા ચાર માસમાં 6.51 લાખની કિંમતનો 3382 બોટલ વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો.
જે દારૂનો નાશ કરવા કોટડા સાંગાણી કોર્ટમાં મંજૂરી માગતા કોર્ટે કરેલા હુકમના પગલે ગોંડલ ડીવાયએસપી ઝાલા, શાપર પીઆઇ આરબી રાણા મામલતદાર કોટડા સાંગાણી તેમજ શાપર વેરાવળ પોલીસ મથક ની ટીમે પારડી ગામ થી ઢોલરા ગામ તરફ જતા રસ્તે ખોડી યાર ધાર નજીક મુદ્દામાલ માં કબજે કરેલ 3382 બોટલ વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application