BREAKING NEWS

સોયાબીનની બેગ નીચે છુપાવેલો ૧ કરોડનો 7080 બોટલ વિદેશી દારૂ પકડ્યો

  • February 24, 2026 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા થોડા સમય પૂર્વે કચ્છના ભચાઉ હાઇવે અંજારના વરસાણા નજીક શ્રી આશાપુરા હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ ટેકમાં ચોખાની બોરીની આડમાં છુપાવેલો 2.06 કરોડનો વિદેશી દારૂ ઝડપી લીધા બાદ કચ્છ ભુજના વડવાળા વિલેજમાંથી 4.85 કરોડનો 56088 બોટલ વિદેશી દારૂનો પકડયાના ગણતરીના જ દિવસોમાં ત્રીજો દરોડો પાડી ભચાઉના વાંઘ આમથળ તળાવ નજીકથી એક કરોડની કિંમતનો 7080 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી સાત આરોપી સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.

એસએમસી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગુજરાત,સૌરાષ્ટ્ર કચ્છ,કાઠીયાવાડમાં દારૂની હેરાફેરી અટકાવવા એસએમસીના વડા નિર્લિપ્ત રાયની સુચના અને યુવા એસ.પી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એસએમસીના પીઆઇ એમ એસ ત્રિવેદી અને ટીમ કચ્છના ભચાઉ તાલુકામાં પેટ્રોલિંગમાં નીકળી હતી.

તે દરમિયાન હકીકત મળી હતી કે ભચાઉના વાંઘ તાબેના આમથડ તળાવ નજીક ખુલ્લા પટમાં વિદેશી દારૂ નું કટીંગ થઈ રહ્યું હોય ઓચિંતો દરોડો પાડતા બુટલેગરોમાં નાશ ભાગ પહોંચી ગઈ હતી પોલીસે સાત આરોપીઓને ઝડપી ટ્રકમાં સોયાબીન ની બેગ નીચે છુપાવેલો અંદાજે એક કરોડનો 7000 80 બોટલ વિદેશી દારૂ તેમજ વાહન સહિત કુલ 1,30.,58.,800નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.


એસએમસીએ ભચાઉના બુટલેગર સહિત સાતની શોધખોળ હાથધરી

એક કરોડની કિંમતનો 7080 બોટલ વિદેશી દારૂ સાથે એસએમસીએ દારૂ મંગાવનાર અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા, અર્જુનસિંહ અશોકસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, શિવમ સિંહ જાડેજા રહે બધા ભચાઉ તેમજ ટ્રક ડ્રાઇવર તેમજ સપ્લાયર સામે ગુનો દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથધરી હતી.


ભુજના વડવાળા વિલેજમાં 4.85 કરોડનો દારૂ તાજેતરમાં જ પકડ્યો હતો

સ્ટેટ મોનિટરિંગ સેલે તાજેતરમાં 56088નો 4.85 કરોડનો વિદેશી દારૂ ઝડપી બે આરોપીની ધરપકડ કરી હતી આ દારૂ લિસ્ટેડ બુટલેગર ભુજના ખેરા ગામના અનુપસિંહ અભેસિંહ રાઠોડ અને ગાંધીધામના લીસ્ટેડ બુટલેગર દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોટીદાસ કાપડીએ મંગાવ્યો હોવાનું ખુલતા અંજારના શિવરાજ વિરમ ગઢવી સહિત 23 આરોપીઓના નામ ખુલ્યા હતા, ત્યાં ફરી એસ એમ સી એ ત્રીજો દરોડો વાંઘમાં પાડ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application