BREAKING NEWS

દમણથી સપ્લાય કરાયેલો 6.53 લાખનો 2208 બોટલ દારૂ ઝડપાયો

  • November 29, 2025 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર દ્વારા દારૂ અને જુગારની બનીને દામી દેવા કરેલા આદેશના પગલે ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી ની સૂચનાથી ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી તે વેળાએ મળેલ ચોક્કસ બાતમીના આધારે મોરબી રોડ થી કુવાડવા રોડ તરફ જતા રસ્તે માલવાહક માં ૨૨૦૮ બોટલ વિદેશી દારૂ 6.53 લાખના જથ્થા સાથે બેડીપરાના શખ્સને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના યુવા ડીસીપી જગદીશ બાંગરવાની સુચનાથી ડીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ ડામોર પીઆઇસીએસ જાદવની રાહબરીમાં પીએસઆઇ વી ડી ડોડીયા અને ટીમ વિસ્તાર પેટ્રોલિયમમાં નીકળી હતી.


તે દરમિયાન એએસઆઇ અમિત અગ્રાવત દિલીપભાઈ બોરીચા વિશાલ દવેને મળેલ બાતમીના આધારે જૂના મોરબી રોડથી કુવાડવા રોડ તરફ જતા રસ્તે માલવાહકને અટકાવી તલાસી લેતા અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ 2208 બોટલ કિંમત રૂપિયા 6,53,184 લાખનો મળી આવતા વાહન ચાલક ને ઝડપી લીધો હતો.


ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં પ્રતીક ભરતભાઈ ખસ્યા ઉંમર વર્ષ 33 રહે બેડી પર શ્રમજીવી સોસાયટી શેરી નંબર ત્રણ ભાવનગર રોડ વાળાની વાહન તેમજ દારૂ મોબાઈલ સહિત કુલ 9, 54,184 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી પકડાયેલા આરોપીની પૂછપરછમાં આ દારૂ દમણથી સંદીપ મણીલાલ હળપતિ નામના સપ્લાયરે મોકલ્યાની કબુલાત આપતા તેની શોધખોળ શરૂ કરી છે.


આ અંગેની કામગીરીમાં પીઆઇ ગોંડલીયા ડામોર પીઆઇ જાદવ પીએસઆઇ ડોડીયા તેમજ ક્રાઈમ બ્રાન્ચના અમિત અગ્રાવત, દિગપાલસિંહ સંજય રૂપાપરા, દિપક ચૌહાણ, દીપક બોરીચા, રાજેશ જળું,પ્રદિપસિંહ, જયરાજભાઇ, વિશાલભાઈ, સહિતની ટીમ જોડાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application