શહેરની ભાગોળે આણંદપર ગામમાં રહેતો 15 વર્ષીય તરૂણ ગત બાઈક લઈને કુવાડવા રોડ ડી માર્ટ પાસેથી જતો હતો ત્યારે અજાણ્યા એકટિવા ચાલક સાથે અકસ્માત થતા તરૂણને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં ટુંકી સારવાર બાદ તરૂણનું મોત થયું હતું.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આણંદપર ગામે રહેતો કેવલ નારણભાઈ મેવાડા (ઉ.વ. 15) નામનો તરૂણ ગઇકાલે બપોર બાદ બાઇક લઈને રાજકોટ કુવાડવા રોડ પર ડી માર્ટ પાસે જતો હોય ત્યારે અજાણ્યા એકટીવા ચાલક સાથે બાઈક અથડાતા તરુણને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિ હોયટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં તેનું ચાલુ સારવાર દરમિયાન સાંજે મોત થયું હતું. બનાવને લઇ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃતક કેવલ પોતાના મિત્રો સાથે સ્કૂલનો ડ્રેસ લેવા જતો હોય ત્યારે અજાણ્યા એકટીવા ચાલક સાથે અકસ્માત થયો હતો કેવલ બે ભાઈમાં નાનો અને પિતાને ચાની હોટલ ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. તરૂણના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application