પૂર્વમંત્રી મુળુભાઇ બેરાના પિતાના હત્યારાના વૈભવી બંગલા પર બુલડોઝર
ભાયાવદર પોલીસે પડવલા ગામે સરકારી જમીન પર ખડકેલા નામચીન ગુનેગારના વૈભવી બાંગ્લા પર બુલડોઝર ફેરવી દીધું હતું. ભાયાવદર પોલીસ મક વિસ્તારના પડવલા ગામે ગત તા.૩૦/૦૩/૨૦૨૬ ના રોજ ફરીયાદી દીપેનભાઈ વિનોદભાઈ માકડીયા પોતાનુ મોટર સાયકલ લઈને ઘરે હતા હોય ત્યારે પડવલા ગામની પ્રા.શાળા પાસે પહોંચતા આરોપી અલીમામદ તૈયબભાઈ શેઠા તા તેનો દીકરો નોમાન તા ત્રણ અજાણ્યા શખ્સો ાર ફોરવ્હીલ વાહન વડે ફરીયાદીને મારી નાખવાના ઈરાદે ફરીયાદીના બાઈક પાછળ ઠોકર મારી ફરીયાદીને પછાડી દઈ બેઝબોલના ધોકા તા પાઈપ વડે શરીરે આડેધડ માર મારી ગંભીર ઈજા કરી નાસી ગયેલ હતાં. જે બાબતે તા.૩૧/૦૩/૨૦૨૬ ના રોજ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
જે ગુનાના આરોપી નોમાનભાઇ ઉર્ફે ધારાગઢી અલીમામદ શેઠા (રહે.પડવલા ગામ) અલ્તાફ ઉર્ફે અફલો ગુલમહમદ જેડા (રહે.ઉપલેટા), અયાન ઉર્ફે સર્વિસ મુસ્તાકભાઇ ગણોદ વાલા (રહે.ઉપલેટા) અને એક સગીરની અટક કરવામાં આવેલ અને આરોપીની પુછપરછ દરમ્યાન ગુનો આરોપીઓએ પુર્વ આયોજીત કાવતરૂ રચી કરેલ હતો. તેમજ આરોપીઓ સો કાવતરામાં વોચમાં રહેલ આરોપીઓ શાહરૂખ ઉર્ફે મસ્તાન બોદુ નોઇડા, સોયમ ઉર્ફે સોહિલ વલીમામદ ધાવડા (રહે.પડવલા ગામ) ની પણ અટક કરવામાં આવેલ હતી.
તેમજ ગુનાના મુખ્ય આરોપી અલીમામદ તૈયબભાઈ શેઠા (રહે. પડવલા ગામ, મુળ ગામ ધારાગઢ,ભાણવડ) ધરપકડી બચવા માટે નાસતો ફરતો હોય જેી ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ એસપો વિજયસિંહ ગુર્જર દ્વારા ગુન્હામા સંડોવાયેલ આરોપીઓનો ગુનાહીત ઈતિહાસ ચકાસી તાત્કાલીક પકડી પાડી તેઓની ગેરકાયદેસર મિલ્કત બાબતે તપાસ કરવાની આપેલ સુચનાી એએસપી સીમરન ભારદ્રાજના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એ.બી.જાડેજા દ્વારા આરોપી અલીમામદ તૈયબ શેઠાની મિલ્કત બાબતે તલાટીકમ મંત્રી પડવલા ગ્રામ પંચાયત પાસેી માહીતી મેળવતા આરોપીએ પડવલા ગામે માખીયાળા રોડ ઉપર સરકારી જમીનમા ૩૦૦ ચો.વારમાં ગેરકાયદેસર બાંધકામ કરી આલીશાન મકાન (આશરે ૧ કરોડ) નુ બનાવેલ હોય જેી દબાણ દુર કરવા માટે પડવલાગ્રામ પંચાયત સરપંચ તલાટીકમ મંત્રી દ્વારા સરકારી જમીનમાં દબાણ દુર કરવા નિયમાનસાર નોટીશ ચોટાડી હતી, પરંતુ આરોપીએ નોટીસનો ઉલ્લંઘન કરતાં મામલતદારને સો રાખી ડીમોલેશન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાના પિતાની હત્યાનો પણ ગુનો નોંધાયેલ છે. તેમજ તે સિવાય તેમની વિરુદ્ધ હત્યા હત્યાનો પ્રયાસ, આર્મ્સ એકટ સહિતના ૧૩ ી વધુ ગંભીર ગુના પણ નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે.