જામનગર: ધ્રોલ-જોડિયા પોલીસ દ્વારા ૧૦.૬૭ લાખના દારૂના જથ્થા પર બુલડોઝર
જામનગર: ધ્રોલ-જોડિયા પોલીસ દ્વારા ૧૦.૬૭ લાખના દારૂના જથ્થા પર બુલડોઝર
October 16, 2026 11:48 AM
જામનગર: ધ્રોલ-જોડિયા પોલીસ દ્વારા ૧૦.૬૭ લાખના દારૂના જથ્થા પર બુલડોઝર
છેલ્લા ત્રણ માસમાં પકડાયેલી ૪,૦૫૮ બોટલ સહિતનો મુદામાલ નાશ કરાયો
ધ્રોલ તથા જોડિયા પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા ત્રણ માસ દરમિયાન પકડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં નાની-મોટી કુલ ૪,૦૫૮ બોટલ સહિત અંદાજે ૧૦.૬૭ લાખની કિંમતના વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન ગ્રામ્ય ડીવાયએસપી પીયુષ વાંદા, ધ્રોલ પોલીસ સ્ટેશનના પીઆઈ ખાચર, જોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ સોઢા તેમજ નશાબંધી અધિકારી વાળા ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા વિવિધ સ્થળોએથી પકડવામાં આવેલા દારૂના જથ્થાનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નાશ કરવામાં આવ્યો હતો. દારૂબંધીના કાયદાના અમલ અને ગેરકાયદે દારૂના વેચાણ સામેની કાર્યવાહી અંતર્ગત આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ધ્રોલના સરકારી ખરાબા પાસે ગઇકાલે બપોર બાદ નાશ કરવાની કાર્યવાહી કરાઇ હતી જેમાં ધ્રોલ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ગુનાના કામે કબ્જે કરાયેલ શરાબની ૨૯૨ બોટલ, ૨૬૦૬ ચપલા અને ૧૨૮ બિયરનો જથ્થો જેની અંદાજે કિ. ૭.૩૬.૧૭૫ નો મુદામાલ તથા જોડિયા પોલીસનો દારૂનો કબ્જે કરેલો મુદામાલ પર બુલડોઝર ફેરવીને નાશ કરાયો હતો.