BREAKING NEWS

જામનગરમાં કાલે દશેરાએ સિંધી સમાજ દ્વારા થશે રાવણ દહન: હજારો લોકો ઉમટશે

  • October 19, 2026 12:04 PM 

જામનગરમાં કાલે દશેરાએ સિંધી સમાજ દ્વારા થશે રાવણ દહન: હજારો લોકો ઉમટશે

દશેરા નિમિત્તે ગુજરાતના અન્ય કોઈ શહેરમાં ન હોય તેવી પરંપરા જામનગર શહેરમાં જોવા મળે છે. અહીં આઝાદી અને ભાગલા બાદ આવીને વસેલા સિંધી સમાજ દ્વારા વિશિષ્ટ રીતે અસત ઉપર સતના વિજયની વિજ્યા દશમી ઉજવાય છે. જેમાં રામ-રાવણની સેનાનું નગર ભ્રમણ થયા બાદ પ્રદર્શન મેદાનમાં ઉભા કરવામાં આવેલા ફટાકડા ભરેલા મેઘનાદ, કુંભકર્ણ અને રાવણના પુતળાને સળગાવવામાં આવે છે. જેને નીહાળવા હજારોની મેદની ઉમટે છે. જામનગરમાં સિંધી સમાજના અગ્રણી સિંધી સમાજના ઓધવદાસ ભુગડોમલ ચંદીરામાણી જણાવે છે કે, છેલ્લા ૬૬ વર્ષોથી દર દશેરાએ રામ-રાવણની સેનાનું સરઘસ નાનકપુરીથી યોજવામાં આવે છે. સાંજે ૫ વાગ્યા નાદ આ સરઘસ પ્રસ્થાન પામે તે પછી નગરના માર્ગો એવા પવનચક્કી, ખંભાળીયા ગેઈટ, હવાઈ ચોક, માંડવી ટાવર, બર્ધન ચોક, ચાંદી બજારથી રણજીતરોડ, બેડી ગેઈટ થઈને પ્રદર્શન મેદાન ખાતે પહોંચે છે. જ્યાં રામ અને રાવણની સેનાનું યુધ્ધ થાય છે. ત્યાર બાદ ફટાકડા ભરેલા રાવણ, મેઘનાદ, કુંભકર્ણના પુતળાના વિશાળ કદના પુતળાઓના દહન કાર્યક્રમ યોજાય છે.આ રાવણ દહન કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેન પરમાણંદભાઇ ખટ્ટર, સિંધી સમાજ પ્રમુખ ઉધવદાસ ભુગડોમલ ચંદીરામાણી સેક્રેટરી કીશોરકુમાર સંતાણી,દશેરા કમીટી ચેરમેન પ્યારેલાલ રાજપાલ,લાડી લોહાણા સિંધી પંચાયત પ્રમુખ પ્રકાશભાઈ હકાણી, જામનગર સિંધી સમાજ ઓડીટર મયુર જેશવાણી, સિંધી ભાનુશાળી મહાજન સરોવર મોટો ટાકો મીતેશભાઈ ભદ્રા, પૂર્વ પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, દશેરા કમીટી વાઈસ ચેરમેન મનીષભાઈ રોહેરા, મુકેશભાઈ લાલવાણી સિંધી સમાજ ખજાનચી શિક્ષણ સમિતિ ચેરમેન પરષોત્તમભાઈ કકનાણી ચેતનદાસ મુલચંદાણી,રોહિતભાઈ નારવાણી,હરીભાઈ રોહેરા, કાંતિલાલ આશવાણી,પિન્ટુભાઈ ભીમનદાસ,મહાજન સરોવર ભાનુશાળી પંચાયત ગૌતમભાઈ માવાણી,બ્રહમ ખત્રી સમાજ મહેશભાઈ ખુવા, કાનદરૂ સિંધી પંચાયત કીશનચંદ ધીંગાણી,કોઈસ્તાન છાપરૂં સિંધી પંચાયત હેમતભાઈ નેભાણી,ભાઈબંધ સિંધી પંચાયત ઈશ્વરલાલ ભગતાણી,જિતેન્દ્રભાઈ નંદા સહિતના હોદ્દેદારો સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application