BREAKING NEWS

જામનગર : નિકાવા ગામના વેપારી સાથે ઓનલાઈન ૫૧ હજારની છેતરપિંડી

  • November 11, 2025 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ તાલુકાના નિકાવા ગામના એક વેપારીના ખાતામાંથી કોઇ ગઠીયાઓએ રૂ. ૫૧ હજારની રકમ ટ્રાન્સફર કરીને છેતરપીંડી આચરી છે,બે ચીટર શખ્સોએ એ ગૂગલ-પેના એકાઉન્ટ માંથી રૂપિયા ૫૧, ટ્રાન્સફર કરાવી લીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે જેના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.


કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા અને ભાયાણી બ્રધર્સ નામની વેપારી પેઢી ચલાવતા અમિતભાઈ પ્રવીણભાઈ ભાયાણી ચિટર ટોળકીનો શિકાર બન્યા હતા. રોહનભાઈ નામધારી એક વ્યક્તિ તથા તેની સાથે અન્ય એક શખ્સ કે જે બંનેએ વેપારી સાથે છેતરપિંડી કરીને ૫૧,૦૦૦ ની રકમ બેંક ખાતામાંથી ટ્રાન્સફર કરાવી લઇ છેતરપિંડી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. 


ફરિયાદી અમિતભાઈના સંપર્કમાં આવેલા બે ચિટર શખ્સોએ તેના ગુગલ-પે એકાઉન્ટ માંથી પોતાના મોબાઈલ પર લીંક મેળવી લઇ એકાઉન્ટમાંથી રૂપિયા ૫૧,૦૦૦ ટ્રાન્સફર કરી લીધા હોવાથી આખરે મામલો પોલીસ સમક્ષ લઈ જવાયો છે, અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. 
​​​​​​​

આરોપીએ પોતાની ખોટી ઓળખ આપી ફરીયાદી વેપારીના મોબાઇલ નંબરમાં ઓનલાઇન રકમ ટ્રાન્સફર કરીને છેતરપીંડી આચરી હતી, અમિભાઇ દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ગઇકાલે રોહનભાઇ તથા મોબાઇલ નંબર પર ખાતુ ધારણ કરનાર કે તેનો ઉપયોગ કરનાર અને તપાસમાં જે ખુલે તેની સામે ફરીયાદ નોંધાવી હતી. પીઆઇ પનારા દ્વારા આરોપીઓના મોબાઇલ નંબરના આધારે તપાસ લંબાવવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application