BREAKING NEWS

જામનગર નજીક વાડીઓમાં કેબલ ચોરતી ગેંગ સક્રીય: વધુ એક ફરીયાદ

  • August 25, 2026 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક વાડીઓમાં કેબલ ચોરતી ગેંગ સક્રીય: વધુ એક ફરીયાદ

ચેલા વાડી વિસ્તારમાં ૬૩૫ ફુટ વાયર ચોરી: પોલીસ તપાસનો ધમધમાટ

જામનગર નજીક ચેલાની સીમની વાડીએથી કોઇ અજાણ્યા શખ્સો મોટરમાં ફીટ કરેલ ૬૩૫ ફુટ કેબલ ચોરી કરી ગયાની વધુ એક ફરીયાદ પોલીસ દફતરે પહોચી છે. બે દિવસ પહેલા જ મોખાણા અને ખીમલીયા વાડી વિસ્તારોમાં ૧૨૦૦ ફુટ જેટલો વાયર ચોરી કરી ગયાની ફરીયાદ કરવામાં આવી હતી ખેતરોમાં વાયર ચોરતી ગેંગ સક્રીય બની હોય તેવા એંધાણ વર્તાઇ રહયા છે પોલીસ દ્વારા સધન તપાસ ચલાવવામાં આવી છે. 

જામનગર તાબેના ચેલા ગામમાં રહેતા ખેડુત અરવિંદભાઇ માધવજીભાઇ નકુમ તથા સાહેદોની વાડીમાં ઇલેકટ્રીક મોટરમાં ફીટ કરેલ કેબલ વાયરની ચોરી થયાનું સામે આવ્યુ છે. ગત તા. ૮ના સમય દરમ્યાન આ વિસ્તારની વાડીઓમાં કોઇ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરીને ૬ એમએમનો ૮૫ ફુટ કેબલ અને ૪ એમએમનો ૫૫૦ ફુટ કેબલ મળી કુલ ૬૩૫ ફુટ કેબલ વાયર જેની કિ. ૫૩૩૫૦નો ચોરી કરીને નાશી ગયા હતા. 
​​​​​​​
આ ફરીયાદના આધારે પંચ-બી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મોખાણા ખીમલીયા બાદ ચેલા વિસ્તારની વાડીઓમાં કેબલ ચોરતી ગેંગ સક્રીય બની હોય તેમ બીજી ફરીયાદ ખેડુત દ્વારા દાખલ કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application