ખંભાળિયા: કલ્યાણપુરના મેવાસા સીમમાં ગાંજાનું વાવેતર : એક શખ્સ ગીરફતાર
કાપણી કરેલ ૧૨ કિલો, ૧૪૦ ગ્રામ ગાંજો કબ્જે : એન્ટી નાર્કોટીકસ વિંગ ત્રાટકી
જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મેવાસા ગામની સિમમાં ભોપામઢી વિસ્તારમાં આવેલ મંદિરના પટાંગણમાં ગેરકાયદે ગાંજાનુ (માદક પર્દાર્થ) જથ્થો જેનો કુલ વજન ૧૨ કિલો, ૧૪૦ ગ્રામ, કિં.૬,૦૭,૦૦૦ના મુદ્દામાલ સાથે એક ઇસમને એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો, વાવેતર બાદ કટીંગ કરીને ગાંજો કબ્જામાં રાખતા બાતમીના આધારે ટુકડી ત્રાટકી હતી.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા માદક પદાર્થોનુ વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા એન્ટી નાર્કોટિક્સ વિંગ દેવભુમી દ્વારકાનાઓને જરૂરી સુચનાઓ તર્થા માર્ગદર્શન આપેલ હતું.
જે અન્વયે ગઇકાલે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, ઋષિતસિંહ રાઠોડ એન્ટી નાર્કોટિક્સ વિંગ સ્ટફના માણસો સાથે કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા નાર્કોટિક્સ અંગ પેટ્રોલીગમા હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ દેવશીભાઇ સોંદરવા તથા અજયભાઇ એભાભાઇ ભારવાડીયાઓને તેમના વિશ્વાસુ બાતમીદાર મારફતે મૈખીક રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ.
મેવાસા ગામની સિમમાં ભોપામઢી વિસ્તારમાં આવેલ સાત લુહારી માતાજીના મંદિરના પટાંગણમાં મેરામણભાઇ સાજણભાઇ ગાધેર, રહે.મેવાસા, તા.કલ્યાણપુર વાળાએ પોતાના કબજા ભોગવટામાં રહેલ સદરહું મંદિરના પટાંગણમાં માદક પદાર્થ ગાંજાનું (માદક પદાર્થનુ) વાવેતર કરેલ હોઇ,અને માદક પદાર્થ ગાંજો તૈયાર થઇ જતા તેની કાપણી કરી અને સુકાઇને તૈયાર થઇ જતા તેનું વેચાણ કરે છે, તેવી ચોકકસ બાતમી હકીકત મળેલ હોય તે આધારે કાયદેસરની કાર્યવાહી કરી હકીકત વાળી જગ્યાએ લુહારી માતાજીના મંદિરના પટાંગણમાં રેઇડ કરતા મેરામણભાઇ સાજણભાઇ ગાધેર રહે-મેવાસા ગામ, લડા વીડી વિસ્તાર, તા.જામ કલ્યાણપુર જી-દેવભૂમિદ્રારકા વાળાના કબ્જા ભોગવટાના મંદીરમા ગે.કા ગાંજો વાવેતર કરેલ ૭૦ છોડ જેનું વજન ૧૧.૫૮૦ ગ્રામ, કિ. ૫.૭૯ લાખ તથા સુકો ગાંજો વજન ૫૬૦ ગ્રામ કિ. ૨૮ હજાર મળી કુલ ૧૨.૧૪૦ ગ્રામ જેની કુલ કિ. ૬.૦૭. લાખનો મુદ્દામાલ પકડી પાડી આરોપી વિરૂધ્ધ એન.ડી.પી.એસ કલમ-૮(બી) (સી), ૨૦(એ),૨૦(બી) (૨)(બી),૨૯ મુજબની ફરીયાદ નોધાવેલ છે, જેની આગળની તપાસ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.