જામનગર: રૂ. ૫ લાખના ચેક રીટર્ન કેસમાં ફરીયાદીને રૂ. ૬ લાખ વળતર ચૂકવવા તેમજ આરોપીને એક વર્ષની સજાનો હુકમ કરતી કોર્ટ
આ કામના ફરીયાદી રામદેવસિંહ છોટુભા વાઘેલા દ્વારા એ મતલબની ફરીયાદ કરવામાં આવેલ હતી કે, આરોપીને નાણાંકીય જરૂરીયાત ઉપસ્થિત થતાં હાથ ઉછીના સંબંધ દાવે રોકડા રૂ. ૫,૦૦,૦૦૦ આપેલ જેની ચુકવણી માટે આરોપીએ તેઓના બેંકનો રૂ.૫,૦૦,૦૦૦ નો ચેક આરોપીએ સહી કરી ફરીયાદીને આપેલ અને એવો વિશ્વાસ આપેલ કે, ચેક બેંકમાં નાખતા કલીયર થઈ જશે પરંતું ફરીયાદી દ્વારા તેચેક બેંકમાં વસુલાત માટે નાખતા ફંડસ ઈનસફીશીયનટના શેરા સાથે વગર વસુલાતે પરત ફરેલ, ત્યારબાદ ફરીયાદી દ્વારા આરોપી સામે કાનુની કાર્યવાહી કરવામાં આવેલ અને કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ચેક રીટર્નની ફરીયાદ સમય મર્યાદામાં કરવામાં આવેલ.
જે કેસ ચાલવા પર આવતા આરોપી દિપકસિંહ મયુરધ્વજસિંહ વાધેલા કોર્ટમાં હાજર થયેલ અને કેસમાં પુરાવો લેવામાં આવેલ અને કેસ દલીલ પર આવતા ફરીયાદીના વકીલ દ્વારા વિસ્તૃત દલીલો કરવામાં આવેલ જે તમામ દલીલોને અંતે ચોથા એડી.ચીફ જયુડી. મેજી. યુ. એસ. પરમારએ આરોપી દિપકસિંહ મયુરધ્વજસિંહ વાધેલાને એક વર્ષની સજા તેમજ કુલ રૂ. ૬,૦૦,૦૦૦ ફરીયાદીને વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ કરેલ છે.ફરીયાદી તરફે યુવા ધારાશાસ્ત્રી મોહસીન કે. ગોરી રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application