BREAKING NEWS

જામનગર: જામજોધપુર નજીક સગીર વિધાર્થી સાથે જાતીય સતામણીનો કિસ્સો

  • June 16, 2026 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: જામજોધપુર નજીક સગીર વિધાર્થી સાથે જાતીય સતામણીનો કિસ્સો

એક શખ્સ દ્વારા રૂપીયાના મામલે અઘટીત માંગણી કરીને ધમકી દેતા મામલો પોલીસમાં પહોચ્યો

જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામમાં સગીર વિધાર્થી સાથે જાતીય સતામણી અને ધમકી આપ્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે અને આ અંગે ગામમાં રહેતા એક શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ સોનવડીયા ગામમાં રહેતા એક વ્યકિતએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગામમાં રહેતા રાણા નૈયાભાઇ રાડા નામના શખ્સ વિરુઘ્ધ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૦૮(૪), ૩૫૧(૩) તથા પોકસો એકટ કલમ ૧૨, ૧૮ મુજબ ફરીયાદ નોંધાવી હતી. 

ફરીયાદીના ૧૫ વર્ષીય પુત્ર અભ્યાસ કરતો હોય અને ગામમાં આવેલી દુકાને ભાગ લેવા જતો હોય દરમ્યાનમાં આરોપીએ સગીરને અગાઉ ૨૦ રૂપીયા વાપરવા માટે આપ્યા હતા જે બાબતને લઇને તેની પાસે ૩ હજારની માંગણી કરતો હતો અને એ રૂપીયા ન આપે તો તેના બદલામાં શરીર સબંધ બાંધવાની બિભત્સ પ્રકારની માંગણી કરી હતી જેથી સગીરે આ બાબતે ના પાડતા આરોપીએ ફરીયાદી તથા તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, અને જાતીય સતામણી કરી હોવાનો આક્ષેપ ફરીયાદમાં કરવામાં આવ્યો છે. જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધી આગળની તપાસ પીઆઇ એન.ડી. ચૌહાણ ચલાવી રહયા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application