BREAKING NEWS

જામખંભાળિયા નગરપાલિકા યોગ કેન્દ્ર હોલ ખાતે તાલુકા કક્ષાનો કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો

  • October 10, 2026 10:32 AM 

જામખંભાળિયા નગરપાલિકા યોગ કેન્દ્ર હોલ ખાતે તાલુકા કક્ષાનો કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો

કેશ ક્રેડીટ કેમ્પમાં ૦૯ સ્વ સહાય જૂથોને રૂ.૨૦ લાખ કરતા વધુની રકમનું ધિરાણ અપાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા નગરપાલિકા યોગ કેન્દ્ર હોલ ખાતે મિશન મંગલમ યોજના અંતર્ગત જામખંભાળિયા તાલુકાના કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૦૯ સ્વ સહાય જૂથને રૂ.૨૦.૭૮ લાખનું ધિરાણ આપવામાં આવ્યું હતું.

કેમ્પ દરમિયાન સ્વ સહાય જૂથની બહેનોને બેંક કેશ ક્રેડિટ લોન, ક્રેડિટ લિંકેજ, બેંકિંગ પ્રક્રિયા તથા ધિરાણનો યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ સ્વરોજગાર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી બહેનોને પોતાના વ્યવસાયને વિસ્તૃત કરવા, જરૂરી કાચો માલ ખરીદવા અને આવકમાં વધારો કરવા માટે કેશ ક્રેડિટ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. 

આ કેશ ક્રેડિટ કેમ્પનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો તથા તેમના સ્વરોજગાર અને આજીવિકા પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે જરૂરી નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવાનો છે. આ કેમ્પમાં અધિકારી, કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application