BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ખાતે જિલ્લા વિકાસ અધિકારી કેતન પી.જોષીની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનો કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો

  • October 16, 2026 04:13 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ખાતે જિલ્લા વિકાસ અધિકારી કેતન પી.જોષીની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનો કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો

કેશ ક્રેડીટ કેમ્પમાં ૦૭ સ્વ સહાય જૂથોને રૂ.૨૩.૫૦ લાખની રકમનું ધિરાણ અપાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામે જિલ્લા વિકાસ અધિકારી કેતન પી. જોષીની પ્રેરક ઉપસ્થિતિમાં  મિશન મંગલમ યોજના અંતર્ગત ભાણવડ તાલુકાના કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૦૭ સ્વ સહાય જૂથને રૂ.૨૩.૫૦ લાખનું ધિરાણ આપવામાં આવ્યું હતું. ઉપરાંત, ૦૬ સ્વ સહાય જૂથોની રૂ.૧૫.૫૦ લાખની ધિરાણની અરજી બેંકમાં જમા કરાવવામાં આવી હતી. 

કેમ્પ દરમિયાન સ્વ સહાય જૂથની બહેનોને બેંક કેશ ક્રેડિટ લોન, ક્રેડિટ લિંકેજ, બેંકિંગ પ્રક્રિયા તથા ધિરાણનો યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ સ્વરોજગાર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી બહેનોને પોતાના વ્યવસાયને વિસ્તૃત કરવા, જરૂરી કાચો માલ ખરીદવા અને આવકમાં વધારો કરવા માટે કેશ ક્રેડિટ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. 

આ કેશ ક્રેડિટ કેમ્પનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો તથા તેમના સ્વરોજગાર અને આજીવિકા પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે જરૂરી નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવાનો છે.

આ કેમ્પમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જયેશભાઈ જેઠવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એચ.પી.જોશી, તાલુકા પંચાયત પ્રમુખ પ્રીતેશભાઇ ડાંગર, લીડ બેન્ક મેનેજર જોશી, ઇ.ચા. તાલુકા વિકાસ અધિકારી માલદેભાઈ કરમૂર, અગ્રણી દેવશીભાઈ કરમૂર સહિત વિવિધ બેંકોના મેનેજર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application