ખાખરડા રોડ પર કલ્યાણપુર પોલીસની કાર્યવાહી : રોકડ અને બાઇક કબ્જે
કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એન. હાથલીયાના માર્ગદર્શન મુજબ રાવલ આઉટ પોસ્ટના પોલીસ સબ ઈન્સ્પેકટર યુ.બી.અખેડની રાહબરી હેઠળ ચોરીમાં ગયેલ મુદામાલ તથા આરોપી શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરી ચોરી પકડી પાડેલ છે.
તા.૦૮/૦૯/૨૦૨૬ ના રોજ કલ્યાણપુર પો.સ્ટે.ના ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ-૩૩૧(૪), ૩૦૫(ઈ) મુજબનો ગુન્હો પટેલકા ગામે કાનાધાર વાડીશાળા નં-૪ મા બનેલ હોય અને કોઈ અજાણ્યો ચોર ઈસમ વાડીશાળામાથી રોકડ ૨૧,૫૦૦/- તથા એક ઈન્વેટર જેની કી.૫૦૦૦નુ ચોરી કરી ગયેલ હોય જેની શોધખોળ કરવા કલ્યાણપુર પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં હોય.
તે દરમ્યાન માલદેભાઈ કે.બરાઈ, પોલીસ હેડ કોન્સ તથા હિતેન્દ્રસિંહ, એન.જાડેજા પો.કોન્સ નાઓને તેમના અંગત બાતમીદારો મારફતે ખાનગી રાહે બાતમી હકિક્ત મળેલ કે, ઉપરોક્ત ગુન્હામાં ચોરી કરનાર ઈસમ રાજુભાઈ વરવાભાઈ ચાવડા, ખાખરડા ગામની સીમમાં આવેલ વિક્રમસિંહની વાડી ભાગમાં રાખેલ છે અને ચોરી કરેલ નાણા સાથે બાંકોડીથી ખાખરડા ગામ તરફ અંધારાના સમયે જવાનો છે અને તેની પાસે હાલ હિરો હોન્ડા કાળા કલરનું રજી નં.- જીજે-૧૦-એએ-૩૩૩૭ નું છે તેવી હકિક્ત મળતા બાંકોડીથી ખાખરડા તરફ જતા રોડ ઉપર વોચમાં રહેલ હોય તે દરમ્યાન આરોપી બાઇકમાં નીકળતા તેને રોકી ખરાઇ કરી પકડી લીધો હતો પોતે રાજુ ચાવડા હોવાનું હાલ ખાખરડા અને મુળ ભાડથરનો વતની હોવાનું જણાવ્યુ હતું. તેની અંગ ઝડતી દરમ્યાન રોકડા ૨૧,૫૦૦/- તથા એક મોબાઈલ ફોન તથા એક મો.સા. મળી આવતા તે અંગે પુછપરછ કરતા ઈસમે ઉપરોક્ત ગુનો કરેલાની કેફિયત આપતા મજકુર ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.