BREAKING NEWS

જામનગર: જામજોધપુરમાં શો-રૂમમાંથી ૧.૯૨ લાખ રોકડની ચોરી

  • May 23, 2026 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: જામજોધપુરમાં શો-રૂમમાંથી ૧.૯૨ લાખ રોકડની ચોરી

બે દિવસ પહેલા અજાણ્યા શખ્સો ત્રાટકયા : સીસી કેમેરા ચકાસવા સહિતની તપાસ 

જામજોધપુરમાં ગીંગણી રોડ પર આવેલ હોન્ડાના  શો-રૂમમાં રાત્રીના સુમારે ત્રાટકેલા અજાણ્યા શખ્સો ટેબલના ખાનામાંથી ૧.૯૨ લાખની રોકડ રકમ ઉઠાંતરી કરી ગયા છે, આ અંગેની જાણ થતા વેપારી દ્વારા અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી છે, જેના આધારે પોલીસ ટુકડી દ્વારા સીસી કેમેરાની ચકાસણી કરવા સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.

જામજોધપુરના ભગવતીપરામાં રહેતા વેપારી રાકેશ ચંદુલાલ ઝાલાવડીયાએ ગઇકાલે અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે ગત તા. ૨૦ના રાત્રીના કોઇપણ સુમારે ફરીયાદીની માલીકીના ગીંગણી રોડ પર આવેલ શુભ હોન્ડા  શો-રૂમમાં અજાણ્યા શખ્સોએ ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.

અંદર પ્રવેશેલા શખ્સો  શો-રૂમના સેલ્સની ઓફીસના ટેબલના ખાનામાંથી રોકડ રકમ ૧.૩૨.૫૦૦ તથા સર્વિસ રૂમના ટેબલના ખાનામાંથી રોકડા ૫૯.૫૦૦ મળી બંને ઓફીસના ટેબલના ખાનામાંથી કુલ ૧.૯૨ લાખની રોકડની ચોરી કરીને લઇ ગયા હતા.

શો-રૂમ​​​​​​​માંથી ચોરી થયાની જાણ વેપારીને થતા પોલીસનો સંપર્ક કર્યો હતો અને વિધિવત ફરીયાદ કરી હતી, આ ફરીયાદ આધારે પીએસઆઇ વડાવીયા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઘટના સ્થળ આજુબાજુના સીસી કેમેરા ચેક કરવા સહિતની તપાસ કાર્યવાહી લંબાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News