જામનગરમાં દિગ્વિજય પ્લોટ-૫૮ વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને મોબાઈલમાં ક્રિકેટની આઈડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમતાં પકડી પાડ્યો છે. જેની પૂછપરછમાં બુકીનું નામ ખુલ્યું છે.
જામનગરમાં દીગ્વીજય પ્લોટ શેરી નંબર ૫૮માં પાણીના ટાંકા પાસે રહેતો દિનેશ ઉર્ફે સેડો આસરિયા માવ નામનો વેપારી યુવાન ગઈકાલે જાહેરમાં ઉભા રહીને પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટની આઈડી મારફતે પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલા વન-ડે ક્રિકેટ મેચ પર રન ફેરનો સટ્ટો રમી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે સીટી એ. ડિવિઝન પોલીસની ટીમેં દરોડો પાડયો હતો, અને તેને ઝડપી લીધો હતો. જેની પાસેથી એક મોબાઈલ કિ. ૧૦૦૦ અને રૂપિયા ૫૨૦ની રોકડ રકમ કબજે કરી છે.
પોલીસની વધુ પૂછપરછ દરમિયાન પોતે જામનગરમાં રહેતા સમીર પીંજારા સાથે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.