BREAKING NEWS

જામનગર : દરેડ અને કનસુમરામાં જુગાર રમતા ૧૪ શખ્સો ઝડપાયા

  • January 28, 2026 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દરેડ તેમજ કનસુમરા ગામમાં પોલીસે જુગાર અંગે દરોડા પાડ્યા હતા, અને કુલ ૧૪ આરોપીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.


જામનગર નજીક કનસુમરા ગામમાં જુગાર અંગેનો પ્રથમ દરોડો પંચકોષી બી. ડિવિઝન પોલીસે પાડ્યો હતો. જ્યાં ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા મુળ એમપીના હાલ દરેડ ખોલીમાં રહેતા રાહુલ ચરણદાસ શાક્ય, કમલસિંગ પન્નાલાલ જાટવ, સોબરનસિંગ રામકરણસિંગ તોમર, સંઘપ્રિય રાજુ ગૌતમ, છોટુ ભગીરથ મંડેયા, ગોકુલનગરના મુકેશ રામનરેશ ગૌતમ અને પાણાખાણના આકાશ રઘુવીર રાઠોડની અટકાયત કરી લઈ તેઓ પાસેથી ૧૪,૩૦૦ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
​​​​​​​

જામનગર નજીક દરેડ વિસ્તારમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા મુળ એમપીના હાલ દરેડ રહેતા ગોવિંદસિંગ પરમસિંગ ગોંડ, ગિરધારી બાલસ્વરૂપ પટેલ, પુષ્પેન્દ્રસિંગ કરનસિંગ ઠાકુર, ડોમનસિંગ જીવનસિંગ લોધી, મહેશ કોમલભાઈ સાહુ, રવિ જીવનલાલ સેન, અને રાજેશસિંહ કૈલાનસિંગ લોધીની અટકાયત કરી લઇ તેઓ પાસેથી ૧૫,૧૦૦ની રોકડ રકમ કબજે કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application