BREAKING NEWS

જામનગર જિલ્લામાં યોજાનાર CBSE સપ્લીમેન્ટરી પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રની આસપાસ પ્રતિબંધાત્મક જાહેરનામું

  • July 27, 2026 07:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં યોજાનાર CBSE સપ્લીમેન્ટરી પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રની આસપાસ પ્રતિબંધાત્મક જાહેરનામું

જામનગર તા. 27 જુલાઈ, કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE) દ્વારા આયોજિત સપ્લીમેન્ટરી પરીક્ષા તા. 28/07/2026ના રોજ યોજાનાર છે. પરીક્ષા દરમિયાન ગેરરીતિ, પ્રશ્નપત્રોની નકલો, મોબાઇલ ફોન સહિતના ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા થતી નકલપ્રવૃત્તિ અટકાવી તેજસ્વી વિદ્યાર્થીઓને નિષ્પક્ષ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે સુનિશ્ચિત કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ-163 હેઠળ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ જામનગરની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, પાર્શ્વનાથ પાર્ક-2, સર્વે નં. 119, આશીર્વાદ ક્લબ સામે, રાજકોટ-જામનગર બાયપાસ, નાઘેડી, જામનગર ખાતે પરીક્ષા યોજવામાં આવશે. માટે પરીક્ષા કેન્દ્રની આસપાસના 100 મીટરના વિસ્તારમાં તા. 28/07/2026ના રોજ સવારે 10:00 કલાકથી બપોરે 2:00 કલાક સુધી નીચે મુજબના પ્રતિબંધો અમલમાં રહેશે.

ચાર કે તેથી વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં તથા ગેરકાયદેસર મંડળીઓ રચી શકાશે નહીં. કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તેમજ અંગત ઉપયોગ માટે કોપીયર મશીન ધરાવતા વ્યક્તિઓ (સરકારી, અર્ધસરકારી અને જાહેર સાહસોને બાદ કરતાં) પરીક્ષા વિષયક પત્રો અથવા દસ્તાવેજોની નકલો કાઢી શકશે નહીં. પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક સાધનો, કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક ઘડિયાળ તેમજ અન્ય કોઈપણ અનાધિકૃત સાહિત્ય અથવા સાધનો સાથે પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કેન્દ્રની આસપાસના 100 મીટરના વિસ્તારમાં લાઉડસ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application