BREAKING NEWS

હલેન્ડામાં પેટા આરોગ્ય કેન્દ્ર કાર્યરત; ગ્રામજનોને ઘરઆંગણે સેવાઓનો લાભ મળશે

  • August 22, 2026 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓને વિસ્તારવા પેટા આરોગ્ય કેન્દ્રનું હલેન્ડા ખાતે ઉદ્ઘાટન કરી લોકસેવા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આ આરોગ્ય કેન્દ્રથી ગ્રામ્ય સ્તરની સેવાઓમાં સુધારો આવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.રાજકોટ તાલુકાના હલેન્ડા ગામે પીએચસી સરધાર અંતર્ગતના પેટા આરોગ્ય કેન્દ્રનું તા. ૨૧ ઓગસ્ટના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના આ આરોગ્ય કેન્દ્રના પ્રારંભથી હલેન્ડા તેમજ આસપાસના ગ્રામજનોને સ્થાનિક સ્તરે પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ નવા આરોગ્ય કેન્દ્રથી ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે તેમ જણાવ્યું હતું. ખાસ કરીને સામાન્ય બીમારીઓની સારવાર, આરોગ્ય તપાસ, માતા-બાળ આરોગ્ય સહિતની પ્રાથમિક સેવાઓ માટે ગ્રામજનોને દૂરના આરોગ્ય કેન્દ્રો સુધી જવાની જરૂરિયાતમાં ઘટાડો થશે. જિલ્લા પંચાયત હસ્તકના આ કેન્દ્રના કાર્યરત થવાથી હલેન્ડા સહિત આસપાસના વિસ્તારોમાં આરોગ્યલક્ષી સુવિધાઓને વધુ મજબૂતી મળશે. ઉદ્ઘાટન પ્રસંગે ગ્રામજનોએ પણ આરોગ્ય કેન્દ્ર શરૂ થવા બદલ આનંદ વ્યક્ત કરી તંત્રનો આભાર માન્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય તથા આરોગ્ય સમિતિના ચેરમેન વિલાસ ઢાંકેચા, જિલ્લા આરસીએચઓ જોષી, તાલુકા પંચાયત સદસ્ય વનરાજ ગરૈયા, નાયબ કાર્યપાલક ઇજનેર જયેશ સિધ્ધપરા, હલેન્ડા ગામના સરપંચ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News