રાજકોટ ડિવિઝનમાં ચાલી રહેલા ડબલિંગકાર્યને કારણે કેટલીક ટ્રેનોના શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન સ્ટેશનમાં ફેરફાર
વાંકાનેરના સ્થાને સુરેન્દ્રનગર રહેશે અસ્થાયી શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન સ્ટેશન; બાકીની તમામ સંચાલન વ્યવસ્થાઓ યથાવત રહેશે
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના આલિયાબાડા–હાપા–જામનગર રેલખંડમાં ચાલી રહેલા બમણાંકરણ કાર્ય અંગે અગાઉ બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિના ક્રમમાં કેટલીક ટ્રેનોની અસ્થાયી સંચાલન વ્યવસ્થામાં આંશિક સુધારો કરવામાં આવ્યો છે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, સંચાલકીય કારણોસર અગાઉ પસંદ કરેલી ટ્રેનોના શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન માટે નિર્ધારિત વાંકાનેરના સ્થાને હવે સુરેન્દ્રનગરને અસ્થાયી શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન સ્ટેશન નક્કી કરવામાં આવ્યું છે.ડબલિંગ કાર્ય દરમિયાન ટ્રેન સંચાલન અંગે અગાઉ બહાર પાડવામાં આવેલા અન્ય તમામ નિર્દેશો યથાવત લાગુ રહેશે.
સુધારેલી વ્યવસ્થા નીચે મુજબ રહેશે:
સુરેન્દ્રનગરમાં શોર્ટ ટર્મિનેશન (વાંકાનેરના સ્થાને):
1) ગાડી સંખ્યા 22959 વડોદરા–જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસને 1 ઓગસ્ટ 2026 થી 7 ઓગસ્ટ 2026 સુધીની મુસાફરી માટે વાંકાનેરના સ્થાને સુરેન્દ્રનગરમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.
2) ગાડી સંખ્યા 22923 બાંદ્રા ટર્મિનસ–જામનગર હમસફર એક્સપ્રેસને 1 ઓગસ્ટ, 3 ઓગસ્ટ અને 6 ઓગસ્ટ 2026 ની મુસાફરી માટે વાંકાનેરના સ્થાને સુરેન્દ્રનગરમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.
સુરેન્દ્રનગરથી શોર્ટ ઓરિજિનેશન (વાંકાનેરના સ્થાને):
1) ગાડી સંખ્યા 22960 જામનગર–વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ 2 ઓગસ્ટ 2026 થી 8 ઓગસ્ટ 2026 સુધીની મુસાફરી માટે વાંકાનેરના સ્થાને સુરેન્દ્રનગરથી શોર્ટ ઓરિજિનેટ થશે.
2) ગાડી સંખ્યા 22924 જામનગર–બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ 2 ઓગસ્ટ, 4 ઓગસ્ટ અને 7 ઓગસ્ટ 2026 ની મુસાફરી માટે વાંકાનેરના સ્થાને સુરેન્દ્રનગરથી શોર્ટ ઓરિજિનેટ થશે.
મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપર દર્શાવેલ સુધારેલી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધી વિસ્તૃત માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.