BREAKING NEWS

જામનગર: ‘ઈદે-ગૌષિયા’ના જુલૂસના સમયમાં ફેરફાર બદલ સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી જુમ્માભાઈ ખફીનું મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સન્માન

  • September 22, 2026 09:54 AM 

​​​​​​​જામનગર: ‘ઈદે-ગૌષિયા’ના જુલૂસના સમયમાં ફેરફાર બદલ સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી જુમ્માભાઈ ખફીનું મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સન્માન

જામનગર શહેરમાં દર વર્ષે પરંપરાગત રીતે ‘ઈદે-ગૌષિયા’ (અગિયારમી શરીફ) ના પાવન પ્રસંગે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે જુલૂસના સમયમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. જામનગર સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી જુમ્માભાઈ ખફી દ્વારા આગામી 24/09/2026ના રોજ સાંજે 4:00 વાગ્યે જુલૂસ પ્રારંભ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

‘ઈદે-ગૌષિયા’ (અગિયારમી શરીફ)ના જુલૂસના સમયમાં ફેરફાર કરવા અંગે સૈયદ સમાજના પ્રમુખ સૈયદ મુનાફબાપુ દ્વારા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી જુમ્માભાઈ ખફીને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઈ હાજી જુમ્માભાઈ ખફી દ્વારા જુલૂસના સમયમાં ફેરફાર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

‘ઈદે-ગૌષિયા’ (અગિયારમી શરીફ) જુલૂસના સમયમાં કરવામાં આવેલા આ ફેરફારને લઈને સુન્ની મુસ્લિમ સમાજમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. સમાજના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણય બદલ જામનગર સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી જુમ્માભાઈ ખફીનું મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
​​​​​
​​​​​​​આ સન્માન પ્રસંગે સૈયદ સમાજના પ્રમુખ સૈયદ મુનાફબાપુ, ફકીર સમાજના પ્રમુખ કયુમ શાહમાદર, કસાઈ સમાજ ના પ્રમુખ શબ્બીરભાઈ બાબી, ટ્રસ્ટી બાબરભાઈ લાખા તથા દરવાન સમાજના અગ્રણી સતારભાઈ દરવાન સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application