હાપા–નાહરલાગુન સ્પેશિયલ ટ્રેનના ઉપડવાના સમયમાં ફેરફાર, હવે સવારે 9:15 વાગ્યે ઉપડશે
હાપા–નાહરલાગુન સ્પેશિયલ ટ્રેનના ઉપડવાના સમયમાં ફેરફાર, હવે સવારે 9:15 વાગ્યે ઉપડશે
July 22, 2026 04:47 AM
હાપા–નાહરલાગુન સ્પેશિયલ ટ્રેનના ઉપડવાના સમયમાં ફેરફાર, હવે સવારે 9:15 વાગ્યે ઉપડશે
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા જાણ કરવામાં આવી છે કે ટ્રેન નંબર 09525 હાપા–નાહરલાગુન સ્પેશિયલના ઉપડવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
અગાઉ નિર્ધારિત સમય મુજબ આ ટ્રેન તા. 22 જુલાઈ 2026 ના રોજ રાત્રે 00:40 વાગ્યે હાપા સ્ટેશનથી ઉપડવાની હતી. હવે સુધારેલા સમય મુજબ તે જ દિવસે સવારે 09:15 વાગ્યે ઉપડશે. આમ ટ્રેન 8 કલાક 35 મિનિટ મોડી ઉપડશે.
રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ સુધારેલા સમય અનુસાર પોતાની મુસાફરીનું આયોજન કરે. થયેલી અસુવિધા બદલ પશ્ચિમ રેલવે દ્વારા ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે.